________________
- कर्मसिद्धिः
तूक्तरूपा तैलादिगन्धवासना न तथेत्यपि न सङ्गतम्, अदृष्टभेदग्रहात् ज्ञाने वासनानिवृत्तत्वं त्विदानीमेव निर्वाणप्रसङ्गा औत्तरकालिक भेदाप्रायोजकदोषत्वेन नेदानी वासनानिवृत्तिरिति चेत ? तर्हि दोषाभावविशिष्टभेदग्रहाभावो वासनेति पर्यवसितं तथा चात्माश्रयः, वासनाया
१२५
આશય એ છે કે માત્ર ભેદગ્રહ ન થાય એટલા માત્રથી કોઈ કાર્ય થઈ જતું નથી. ‘અહીં પુષ્પો નથી’ આવી જેને જાણ નથી. અર્થાત્ પુષ્પની બદલે પુષ્પના રંગની કોઈ બીજી જ વસ્તુ = પુષ્પભેદ વાળી વસ્તુ છે. પણ પુષ્પભેદનું ગ્રહણ જેણે કર્યું નથી, તો તે વસ્તુથી તે વ્યક્તિ તલને વાસિત કરી દે એવી આપત્તિ આવશે. પણ આવું તો કદી થતું નથી. માટે અસખ્યાતિને કારણે વાસક વિના પણ વાસના થાય છે એવું માનવું ઉચિત નથી.
પૂર્વપક્ષ :- જુઓ, જ્ઞાનવાસના તો અમે કહી તે રીતે જ થાય છે, પણ તેલ વગેરેની ગંઘની વાસના ભિન્ન પ્રકારની છે. માટે તમે તેના ઉદાહરણથી જ્ઞાનવાસનાનો ઈન્કાર ન કરી શકો.
ઉત્તરપક્ષ :- જો તમે કહેલી રીતે જ્ઞાનવાસના ઘટતી હોય તો કર્મભેદના ગ્રહણથી જ્ઞાનમાં વાસનાની નિવૃત્તિ થઈ જશે. ભેદાગ્રહથી વાસના થઈ હતી. ભેદગ્રહથી વાસના જતી જ રહે ને ? તેનાથી એ જ સમયે મોક્ષ થઈ જશે. પણ એવું તો થતું નથી. બોલો આમાં આપનું શું કહેવું છે ?
પૂર્વપક્ષ :- ભવિષ્યમાં ભેદાગ્રહ થાય એવો દોષ જીવમાં હાજર છે. તેથી વાસનાની નિવૃત્તિ નહીં થાય.
-
ઉત્તરપક્ષ :- એનો અર્થ એ જ છે કે વાસના = દોષાભાવથી વિશિષ્ટ એવા ભેદગ્રહનો અભાવ. ભેદગ્રહ= સમ્યજ્ઞાન. દોષાભાવથી વિશિષ્ટ સમ્યજ્ઞાન ન હોય એ વાસના છે આ તમારો અભિપ્રાય છે. પણ વાસનાનું આવું નિર્વચન કરવામાં તો આત્માશ્રય છે. કારણ કે વાસના જ દોષ છે. એવો નિયમ છે કે જેનું નિર્વચન કરીએ તેમાં
१२६
कर्मसिद्धि:
.
एव दोषत्वात् । ज्ञानमात्रं वासनेत्यपि न सुन्दरम् वासितत्वाभावेन सदैव मुक्तिः स्यात् । अथ विशिष्टं ज्ञानं वासना तदाऽ विशेषितज्ञानस्य वैशिष्ट्यं न स्यात्, विशेषकल्पने तु तदेवादृष्टम् । नन्वेकसन्तानगामित्वेन क्षणिकतत्तत्ज्ञानप्रवाहरूपा वासनाऽतो नानुपपत्तिः, नापि शिष्यज्ञानेन गुरोर्वासनापत्तिश्चेति चेत् ? न, क्षणपरम्परातिरिक्तसन्तानस्वीकारेऽतिरिक्त
તે શબ્દ ન આવવો જોઈએ. જેમ કે અરિહંતનું નિર્વચન કરતાં કોઈ એમ કહે કે ‘૧૨ ગુણોથી યુક્ત જે અરિહંત હોય તે અરિહંત છે”, તો એ આત્માશ્રય દોષ કહેવાય. કારણ કે અરિહંતનું નિર્વચન કોઈ અન્ય શબ્દોથી કરવાના બદલે તે જ શબ્દથી કર્યું છે. અહીં શબ્દ કહ્યું તેના ઉપલક્ષણથી પર્યાય પણ સમજી લેવાનું છે. દોષ એ વાસનાનો પર્યાય છે. માટે ઉક્ત નિર્વાનમાં આત્માશ્રય સ્પષ્ટ છે.
જ્ઞાનમાત્ર વાસના છે, એવું માનવું પણ ઉચિત નથી. કારણ કે બીજું કોઈ વાસકતત્ત્વ ન હોવાથી વાસિતત્વ પણ નથી. માટે સર્વદા ય મુક્તિ થવાની આપત્તિ આવશે.
પૂર્વપક્ષ :- જ્ઞાનમાત્ર નહીં, પણ વિશિષ્ટ જ્ઞાન વાસના છે એમ અમે કહીશું.
ઉત્તરપક્ષ :- જ્ઞાન વિશિષ્ટ શેનાથી બનશે ? તેને વિશિષ્ટ બનાવનાર કોઈ તત્ત્વ ન માનો તો તેનું વૈશિષ્ટ્ય ન ઘટી શકે. અને જો તેને વિશિષ્ટ બનાવનાર કોઈ તત્ત્વ માનો તો તે જ કર્મ છે.
પૂર્વપક્ષ :- તમે જરા અમારો સિદ્ધાન્ત તો સમજો. એક સંતાન (ક્ષણપરંપરા)માં અનુગામી હોવાથી ક્ષણિક એવા તે તે જ્ઞાનના પ્રવાહરૂપ એવી વાસના હોય છે. માટે અનુપપત્તિ નથી. વળી શિષ્યના જ્ઞાનથી ગુરુની વાસના થાય એવી પણ આપત્તિ નહીં આવે. કારણ કે સ્વસંતાનમાં જ વાસના સંક્રમિત થશે. અન્યત્ર નહીં.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે તે સંતાનને તમારે ક્ષણપરંપરાથી ભિન્ન જ માનવો પડશે, કારણ કે સંતાનને ક્ષણોથી અભિન્ન માનશો,