Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 70
________________ -~~ર્મસિદ્ધિઃ - मानाभाव इत्यपि न सुन्दरम्, तव मतेऽपि कीर्तननाश्यतावच्छेदकत्वेनावश्यकत्वात्तस्य, अदृष्टत्वस्य स्वाश्रयजन्यताविशेषसम्बन्धेनाश्वमेधत्वादिघटितस्य कीर्तननाश्यतावच्छेदकत्वे तु गौरवमित्यलमप्रासङ्गिकेन । तद्वैचित्र्यमपि बन्धहेतुत्ववैचित्र्येऽपि सङ्क्रमकरणादिकृतं परिणतप्रवचनानां છે, એવી કલ્પનામાં કોઈ પ્રમાણ નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે તમારા મતમાં પણ કોઈ પુણ્ય કરે અને પછી કીર્તન = આત્મપ્રશંસા કરે, તો તેનું પુણ્યકર્મ નાશ પામે છે, એવું મનાયું છે. માટે કીર્તનનાશ્યતાવચ્છેદકથી તમારે પણ કર્મોમાં વૈજાત્યની કલ્પના તો કરવી જ પડે છે. પૂર્વપક્ષ :- અમારે કર્મોમાં વૈજાત્યની કલ્પના ન કરવી પડે એનો ઉપાય અમે શોધી લીધો છે. કર્મોમાં તો કોઈ વૈજાત્ય નથી. પણ સ્વ = અદણત્વ, તેનું આશ્રય = અદષ્ટ = કર્મ, તેના જન્યતાવિશેષ સંબંધથી અશ્વમેધત્વાદિઘટિત એવું કર્મત કીર્તનનાશ્યતાવછેદક બને છે. અર્થાત અશ્વમેધ વગેરેથી થયેલું પુણ્યકર્મત કીર્તનનાશ્યતાવચ્છેદક છે. તેથી તે કર્મ કીર્તનનાશ્યતાવચ્છિન્ન બની જશે. આ રીતે કર્મોમાં વૈજાત્યની કલાના કર્યા વિના પણ તેમાં કીર્તનનાશ્યતાની સંગતિ થઈ જશે. ઉત્તરપક્ષ :- આવી લાંબી લાંબી પરિભાષામાં તો સ્પષ્ટ ગૌરવ છે. એના કરતા વૈપાયની કલપના જ સારી છે. તમારે પણ ‘શોર્ટકટ' માટે આ જ રસ્તે આવવું પડશે. માટે જ્ઞાનાવરણીયાદિ કર્મભેદના નિરૂપણનું તમે ખંડન ન કરી શકો. અહીં પ્રસ્તુત ચર્ચાથી સર્યું. કર્મના જે ભેદો છે તેમાં પણ વિચિત્રતા થાય છે. તેમાં બંધહેતુની વિચિત્રતા સાથે સાથે સંક્રમણ, ઉદ્વર્તન, અપવર્તન વગેરેથી પણ વૈચિત્ર્ય થાય છે. તે જેમને પ્રવચનની પરિણતિ થઈ છે, તેઓ ११८ - મસિદ્ધઃसुज्ञानमिति। नन्वदृष्टकार्याणां देहादीनां मूर्तिमत्त्वेन “कारणानुरूपं कार्यम्” इतिवचनाच्चादृष्टस्य मूर्त्तत्वापत्तिरिति चेत् ? इष्टापत्तिः । अथामूर्त्तत्वेन सुखादिकार्याणां कथमिष्टापत्तिः निर्वाह्या इति चेत् ? न, कार्यानुरूपा कारणकल्पना तूपादानादिकारणस्थल एव, नादृष्टस्थले, सुखादिकं प्रति तस्य निमित्तकारणत्वात्, निमित्तकारणादौ च तत् कल्पने घटं प्रत्याकाशस्य बुद्ध्यादिकं प्रति नागरस्य मद्यपानादेश्च तत्कल्पनापत्तिरिति । સારી રીતે જાણે છે. પૂર્વપક્ષ :- દેહ વગેરે કર્મભનિત છે, દેહ મૂર્ત છે, તેથી કર્મને પણ મૂર્ત માનવું પડશે. ઉત્તરપક્ષ :- અમને એ ઈષ્ટ જ છે. પૂર્વપક્ષ :- કર્મ દ્વારા સુખાદિ કાર્યો પણ થાય છે, એવું તમે માનો છો. સુખાદિ તો અમૂર્ત હોય છે. માટે જો કર્મનું મૂર્તપણું ઈષ્ટ હોય, તો તેને સુખાદિનું કારણ નહીં માની શકાય. ઉત્તરપક્ષ :- ના, કારણ કે કાર્ય એ કારણાનુરૂપ જ હોય, એવી કલાના ઉપાદાનાદિ કારણના સ્થળે જ ઉચિત છે. જેમ કે માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે, માટી મૂર્ત છે, તો ઘડો પણ મૂર્ત છે. કર્મ તો સુખાદિના પ્રત્યે નિમિત્ત કારણ છે. માટે કર્મની બાબતમાં એ કલ્પના ન કરવી જોઈએ. જો નિમિત્ત કારણાદિમાં પણ તેની કલાના કરો, તો ઘટ પ્રત્યે આકાશને કારણ મનાય છે. બુદ્ધિ વગેરેની તીવ્રતા-મંદતા પ્રત્યે સૂંઠ અને મદિરાપાનાદિની કારણતા મનાય છે. એમાં પણ એ જ કલ્પના કરવાની આપત્તિ આવશે. અર્થાત્ ઘડો મૂર્ત છે તો આકાશને પણ મૂર્ત માનવું પડશે, બુદ્ધિ અમૂર્ત છે તો સૂંઠ, મદિરાપાન વગેરેને પણ અમૂર્ત માનવું પડશે. માટે સર્વત્ર કારણાનુરૂપ જ કાર્ય હોય, એવો એકાંત ન રાખવો જોઈએ. અહીં આ રીતે અનુમાન પ્રયોગો છે –

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90