Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 67
________________ -~~ર્મસિદ્ધિ: – तत्स्वरूपान्यथाभावात्, मद्यपोन्मादवदिति। ननु कर्मणः पौद्गलिकत्वे किं मानम् ?, अनुमानमिति ब्रूमः । तथाहि- अदृष्टं पौद्गलिकमात्मनोऽनुग्रहोपघातनिमित्तत्वात् शरीरवत् । नन्वात्मनोऽनुग्रहोपघातनिमित्तत्वमस्तु पौद्गलिकत्वं मास्तु भोगनिर्वाहकात्मधर्मस्योदयनाचार्यादिभिरुक्तत्वादिति चेत् ? न, कार्यकार्थप्रत्यासत्त्या सुखादिहेतुत्वेऽसमवायिकारणत्वप्रसङ्गात् । પ્રતિજ્ઞા :- આત્માનું મિથ્યાજ્ઞાન વગેરે કોઈ વિશિષ્ટ પુગલના સંબંધના કારણે છે. હેતુ :- કારણ કે તેમાં આત્માનું સ્વરૂપ બદલાઈ જાય છે. દૃષ્ટાન :- જેમ કે મદિરાપાન કરનારનો ઉન્માદ. પૂર્વપક્ષ :- કર્મ પૌદ્ગલિક છે, તેમાં શું પ્રમાણ છે ? ઉત્તરપક્ષ :- અનુમાન પ્રમાણ છે. એમ અમે કહીએ છીએ, તે આ પ્રમાણે – પ્રતિજ્ઞા :- કર્મ પૌદ્ગલિક છે. હેતુ :- કારણ કે એ આત્મા પરના અનુગ્રહ અને ઉપઘાતનું કારણ છે. દેષ્ટાન :- શરીરની જેમ. પૂર્વપક્ષ :- કર્મ ભલે આત્માના અનુગ્રહ-ઉપઘાતનું નિમિત્ત હોય, પણ તે પૌગલિક ન હોય. અર્થાત કર્મને પૌગલિક માન્યા વિના પણ આત્માના અનુગ્રહ-ઉપઘાતની સંગતિ થઈ શકે છે. કારણ કે ઉદયનાચાર્ય વગેરે તૈયાયિકોએ આત્માને સુખ-દુઃખનો ભોગ કરાવે તેવા આત્મધર્મરૂપ કર્મનું નિરૂપણ કર્યું છે. આત્મધર્મરૂપ કર્મ તો પૌદ્ગલિક નથી, માટે કર્મને પૌદ્ગલિક માનવાની કોઈ જરૂર નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે જો કર્મને આત્માનો ગુણ માનશો, તો તે કાયૅકાર્યપ્રયાસત્તિ સુખ આદિ કાર્યની સાથે આત્મારૂપ એક અર્થમાં પ્રત્યાસન્ન હોવાથી સમવાયસંબંધથી સુખાદિનું કારણ થશે. અને એ સ્થિતિમાં તૈયાયિકોની પરિભાષાના અનુસારે તેને સુખાદિ ११२ સિદ્ધઃन चात्मगुणभिन्नत्वे सतीति विशेषणं वाच्यम्, तत्र प्रमाणाभावत् । किञ्चादृष्टस्यात्मगुणत्वे सति सर्वदा बन्धाभावेन सर्वेषां मुक्तिप्रसङ्गः, विरोधेन च स्वपारतन्त्र्यनिमित्तत्वमपि न स्यात्। तथाहि- आत्मनः पारतन्त्र्यनिमित्तमदृष्टं न भवति घटस्वरूपवत्। स्वीकृतं च त्वयाऽકાર્યોનું અસમવાયી કારણ માનવું પડશે, જે ન્યાયની માન્યતાથી વિરુદ્ધ છે. આશય એ છે કે ન્યાયમતને અનુસાર જે જે કાર્યનો કાયૅકાર્યપ્રત્યાતિ = કાર્યની સાથે એક અર્થમાં પ્રત્યાતિ અર્થાત સમવાય અથવા કારમૈકાર્યપ્રત્યાત્તિ = કાર્યની કારણ સાથે એક અર્થમાં પ્રત્યાતિ અર્થાત્ સ્વસમાયિસમવાયસંબંધથી કારણ બને, તે એ કાર્યનું અસમવાયી કારણ હોય છે. જેમ કે ઘટની સાથે કપાલમાં પ્રત્યાસન્ન કપાલદ્ધયસંયોગ ઘટના સમવાયસંબંધથી અને ઘટશ્યના સમવાયિકારણ ઘટની સાથે કપાલાત્મક એક અર્થમાં પ્રત્યાસણ કપાલરૂપ ઘટરૂપનું સ્વસમવાસિમવાયસંબંધથી અસમવાયી કારણ છે. પણ કર્મ સમવાય સંબંધથી સુખ વગેરેનું કારણ હોવા છતાં પણ ન્યાયમતાનુસાર તેનું અસમવાયિકારણ નથી. પણ જો કર્મને આત્મગુણ માનીએ તો ન્યાયની આ માન્યતા તર્કહીન થઈ જાય છે. પૂર્વપક્ષ :- અમે એવું વિશેષણ લગાડશું કે આત્મગુણથી ભિન્ન હોવા સાથે પછી એ દોષ નહીં આવે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે એવી કલાનાઓમાં કોઈ પ્રમાણ નથી. વળી જો કર્મ એ આત્માનો ગુણ હોય તો સર્વદા બંધના અભાવથી બધાની મુક્તિ થઈ જવાની આપત્તિ આવે. વળી પોતે જ પોતાને પરતંત્ર કરે એમાં તો વિરોધ છે. માટે આત્મધર્મરૂપ કર્મ આત્માના પારતંગનું નિમિત્ત ન બની શકે. અહીં આ રીતે અનુમાન પ્રયોગ છે –

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90