Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 64
________________ - મસિદ્ધ: -~~ર્મસિદ્ધિ – वैचित्र्यजनकः । अत्रेश्वर आत्मा, तत्र तत्रोत्पत्तिद्वारेण सर्वत्र व्यापनात् व्यापकः, तस्य सर्ववादिभिः सुखदुःखादिजनकत्वेन स्वीकारादिति । तथा कर्मणो वैचित्र्यजनकत्वं प्राक् सविस्तरमुक्तमेव, तदेवं सामग्री कार्यजनिकेति प्रतिपादितम्। अत्रेदमवधेयं संसारान्तर्वतिसकलवादिप्रतिवादिवृन्दकलाकलापकोशल्यावलोकनकुशलाकलनकलाकलापपरिकलितचेतोभिर्भवान्तर्वर्तिविश्वातत्त्वतत्त्वहेयोपादानकुशलधीधनैरुपेक्षणीयेषु माध्यस्थ्यभावसज्जनैः । यद्यपि सर्वे आस्तिकाः, नानाविधविधानधुरन्धराक्षुण्णप्रत्यक्षप्रभृतिप्रमाणप्रथाप्रतीઅહીં સ્વભાવ એ તથાભવ્યત્વરૂપ જાતિ છે, જેને કાર્યની એક જાત્યતા માટે કલ્પવી જોઈએ. તથા ઈશ્વર પણ કાર્યની વિચિત્રતાનો જનક છે. આ મતમાં ઈશ્વર આત્મા છે. કારણ કે તે ત્યાં ત્યાં ઉત્પન્ન થવા દ્વારા સમગ્ર લોકમાં પ્રત્યેક આકાશપ્રદેશે ઉત્પન્ન થવા દ્વારા સર્વ વ્યાપીને રહે છે, અને સર્વ વાદીઓએ તેને સુખ-દુઃખના જનક તરીકે સ્વીકાર્યો છે. તથા કર્મ વિચિત્રતાનો જનક છે, એ તો પૂર્વે વિસ્તારસહિત કહ્યું જ છે. આ રીતે સામગ્રી કાર્યની જનિકા બને છે એનું પ્રતિપાદન કર્યું. જેઓ સંસારમાં રહેલા સર્વ વાદી-પ્રતિવાદીઓના વૃન્દની કલાઓના સમૂહના કૌશલ્યને જોવામાં કુશળ છે, જેમના મન જ્ઞાનકળાના કલાપથી યુક્ત છે, જેઓ સંસારમાં રહેલા સકળ અશુભ તત્વનો ત્યાગ કરવામાં ચતુર છે, સર્વ શુભ તત્ત્વોનું ઉપાદાન કરવામાં કુશળતાયુક્ત બુદ્ધિઘન ધરાવે છે, ઉપેક્ષા કરવા યોગ્ય હોય તેમાં માધ્યચ્ય ધરાવે છે, તેવા સજ્જનોએ અહીં આટલું ધ્યાન રાખવું - - ભલે સર્વે આસ્તિકો અનેક પ્રકારના વિધાનોમાં ધુરંધર, અખંડિત એવા પ્રત્યક્ષ વગેરે પ્રમાણોની પ્રસિદ્ધિથી જણાતા ઘડો, કપડુ, यमानघटपटलकुटशकटकटप्रभृतिपदार्थसार्थान् व्यवहारमात्रतः स्वीकुर्वतः तत्त्वदृष्ट्याऽपोहप्रवीणान् वेदान्तिनो विहाय, विश्ववैचित्र्यान्यथानुपपत्त्येकलक्षणाद्धेतोर्भवान्तरानुयायिन आत्मनः शुभाशुभसाधनसमर्थमदृष्टं तत्त्वदृष्ट्यानुपचरितमङ्गीकृतवन्तः । प्रमाणयन्ति चात्र वेदान्तिनः - ब्रह्मभिन्नमसत्, प्रतीयमानत्वात्, मरुमरीचिकावत्। ये ये द्रव्यादयः पदार्था विश्वे दरीदृश्यन्ते ते ते मतिभ्रमनिमित्तकाः, न पुनः तत्त्वदृष्ट्या वर्तन्ते। एतदनुमानान्त:લાકડી, ગાડુ, ચઢાઈ, વગેરે પદાર્થોના સમૂહને વ્યવહાર માત્રથી સ્વીકારે છે. માત્ર તત્ત્વદૃષ્ટિથી બાહ્યપદાર્થોનો નિકાસ કરનારા વેદાંતીઓ જ તેમાં અપવાદ છે. (અહીં આસ્તિકો એવું વિશેષ અભિધાન કર્યું છે અન્યથા શૂન્યવાદી, વિજ્ઞાનવાદી બૌદ્ધો પણ તેમાં અપવાદ છે. કારણ કે તેઓ બાહ્ય પદાર્થોનો અપલાપ કરે છે. આસ્તિકોમાં બૌદ્ધોનો સમાવેશ ન કર્યો, તેનું કારણ એ હોઈ શકે કે તેમણે ક્ષણિકવાદના એકાંતને કારણે અન્વયી દ્રવ્યરૂ૫ આત્માને માન્યો નથી, જ્યારે આત્મતત્ત્વ પ્રત્યેની શ્રદ્ધા એ જ આસ્તિકતાનો આધારસ્તંભ છે.) વળી વિશ્વની વિચિત્રતાની અન્યથાઅનુપપત્તિરૂપ હેતુથી ભવાન્તરગામી એવા આત્માના કલ્યાણ અને અકલ્યાણને સાધવામાં સમર્થ એવું, તત્ત્વદષ્ટિથી અનુપચરિત = પારમાર્થિક એવું કર્મ પણ તેમણે સ્વીકાર્યું છે. અહીં વેદાતીઓ આ રીતે પ્રમાણ આપે છે - પ્રતિજ્ઞા :- જે બ્રહ્માથી ભિન્ન છે, તે અસત્ છે. હેતુ :- કારણ કે તેની પ્રતીતિ થાય છે. દેખાત :- મૃગજળની જેમ. વિશ્વમાં જે જે દ્રવ્ય વગેરે પદાર્થો દેખાય છે, તે તે મતિભ્રમના

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90