Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 63
________________ कर्मसिद्धिः १०३ मुख्यतया कर्मातिशयातिशायितपरिणतिरूपा नियतिः कारणमेवमन्यत्रापि तथाविधकार्ये कारणत्वं नियतेः वाच्यम् । तथोद्यमतोऽपि कार्यं जायते, यतः कार्य प्रायशः क्रियातो भवति, क्रिया च पुरषकारायत्ता प्रवर्तते । तदुक्तम् - “न दैवमिति सञ्चिन्त्य, त्यजेदुद्यममात्मनः । अनुद्यमेन कस्तैलं, तिलेभ्यः प्राप्तुमर्हति । । १ । । ” इति । दृश्यते च समानेऽपि पुरुषकारे फलवैचित्र्यम्, तत्र पुरुषकारवैचित्र्यं कारणम्, क्वचित्समानेऽपि पुरुषकारे फलाभावो दृश्यते, तत्रादृष्टं कारणं स्वीकारणीयम् । तथा बकुलचम्पकाशोकपुन्नागसहकारादीनां विशिष्ट एव काले फलोद्भवः, न सर्वदा, न च कालस्यैकरूपत्वेन कार्यवैचित्र्यं કરીને અવશ્યભાવિ એવા ચક્ષુદર્શનાવરણીય કર્મના તીવ્ર ઉદયથી અંધપણું પ્રાપ્ત થયું. તેમાં મુખ્યરૂપે કર્મના અતિશયથી અતિશાયિત પરિણતિરૂપ નિયતિ કારણ છે. તેમ અન્યત્ર પણ તથાવિધ કાર્યમાં નિયતિનું કારણપણું સમજવું. તથા ઉધમથી પણ કાર્ય થાય છે. કારણ કે કાર્ય પ્રાયઃ ક્રિયાથી થાય છે અને ક્રિયા પુરુષાર્થને આધીન થઈને પ્રવૃત્ત થાય છે. કહ્યું પણ છે – ‘જેવું નસીબ' એમ વિચારીને પોતાનો ઉધમ છોડી ન દેવો. ઉધમ કર્યા વગર તલમાંથી તેલ કોણ મેળવી શકે શા૧/ પુરુષાર્થ સમાન હોવા છતાં પણ ફળની વિચિત્રતા થાય છે. તેમાં પુરુષાર્થની વિચિત્રતા કારણભૂત છે.ક્યારેક સમાન પુરુષાર્થ કર્યો હોવા છતાં પણ એકને ફળ મળે છે, બીજાને નથી મળતું, તેમાં કર્મ કારણ છે. તથા બકુલ, ચંપક, અશોક, પુન્નાગ, આંબો વગેરે વૃક્ષોમાં વિશિષ્ટ કાળે જ ફલોદ્ગમ થાય છે, સર્વદા થતો નથી. માટે તે १०४ ર્મસિદ્ધિ न भवतीति नोद्यम्, अदृष्टस्यापि स्वीकारात् । तथा स्वभावोऽपि कारणम्, तथाहि आत्मन उपयोगलक्षणत्वमसङ्ख्येयप्रदेशत्वममूर्तत्वं पुद्गलानां मूर्तत्वं सुखदुःखोभयजनकत्वम्, चयोपचयत्वम्, धर्मास्तिकायस्य गत्युपष्टम्भकत्वमधर्मास्तिकायस्य स्थित्योपष्टम्भकत्वमाकाशास्तिकायस्यावकाशदातृत्वम्, कालस्य वर्तमानपर्यायजनकत्वमित्यादिकार्यजातं स्वभावापादितम्। व्यतिरिक्ताव्यतिरिक्तपक्षस्तु न दोषजनकः, उभयधर्मावच्छिन्नस्य स्वभावस्य कार्यजनकत्वस्वीकारात् । अत्र स्वभाव: तथाभव्यत्वात्मिका जातिः कार्येकजात्याय कल्पनीयेति । तथेश्वरोऽपि विश्वફલોદ્ગમમાં કાળ કારણ છે. શંકા :- પણ તમે જ તો કહ્યું હતું કે કાળ તો એકરૂપ છે. તેથી કાર્યવૈચિત્ર્ય નહીં સંભવે. સમાધાન :- જે કાળને જ કારણ માને છે તેને આ આપત્તિ છે. પ્રસ્તુતમાં તો સમુદાય કારણવાદનું નિરૂપણ છે. તેમાં કર્મને પણ કારણ માન્યું છે. માટે તે તે ઉપભોક્તાના કર્મને અનુસારે ચૈત્ર મહિના વગેરેમાં પ્રચુરફળ, અલ્પફળ, ફળાભાવ વગેરેરૂપ કાર્યની વિચિત્રતાની સંગતિ થઈ જશે. તથા સ્વભાવ પણ કારણ છે. તે આ પ્રમાણે – (૧) આત્માનું ઉપયોગલક્ષણપણું, અસંખ્યપ્રદેશપણું, અમૂર્તપણું, (૨) પુદ્ગલોનું મૂર્તપણું, સુખ-દુ:ખ બંનેના જનકપણું, ચય-ઉપચયપણું, (3) ધર્માસ્તિકાયનું ગતિમાં ઉપષ્ટભકપણું (૪) અઘર્માસ્તિકાયનું સ્થિતિમાં ઉપષ્ટભકપણું (૫) આકાશાસ્તિકાયનું અવકાશદાતાપણું (૬) કાળનું વર્તના, પર્યાયજનકપણું વગેરે જે કાર્યો છે, તે સ્વભાવથી થયેલા છે. સ્વભાવ એ વસ્તુથી ભિન્ન છે કે અભિન્ન આવા પક્ષો દ્વારા જે દોષો લગાડ્યા હતાં, તે અહીં નહીં લાગે, કારણ કે ભેદાભેદઉભયધર્મયુક્ત સ્વભાવ કાર્યજનક બને છે, એવું અહીં સ્વીકાર્યું છે.

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90