________________
- નર્મસિદ્ધિઃ
दृश्यते च लोकेऽपि शालूकादपि शालूकः, गोमयादपि शालूको भवति, तथाग्नेरपि वह्निररणिकाष्ठादपि, बीजादपि वटादय: शाखेकदेशादपि, बीजादपि गोधूमा वंशबीजादपीति । यद्वा कारणानुरूपा कार्याणामुत्पत्तिः त्वया स्वीकृता तथैव जीवानामपि विचित्रता प्रतिपद्यस्व । ननु जीवानां वैचित्र्ये को हेतुरिति चेत् ? अदृष्टमिति ब्रूमः । ननु तर्हि कर्मणोऽपि विचित्रता किं निमित्तोद्भवेति चेत् ? मिथ्यात्वादि- हेतुसम्भवेति । अनुमानं चात्र - नरकादिरूपेण संसारित्वं विचित्रम्, चित्रकर्मणां યોનિ-ઉત્પત્તિસ્થાન છે. તેનું પ્રતિપાદન કરનારું શ્રુત યોનિવિધાન છે.) વિસદેશથી પણ ઉત્પત્તિ દેખાય છે. માટે હે સુધર્મ ! ‘કારણ જેવું જ કાર્ય થાય' - એવો એકાંત નથી.”IIII
વળી લોકમાં પણ દેખાય છે કે વીંછીંથી પણ વીંછી થાય છે, છાણથી પણ વીંછી થાય છે. તેમ અગ્નિથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે, અરણિ કાષ્ઠથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે, બીજથી પણ વડ વગેરે ઉત્પન્ન થાય છે અને તેની ડાળીના એકદેશથી પણ ઉત્પન્ન થાય છે. બીજથી પણ ઘઉં થાય છે, અને વાંસના બીજથી પણ ઘઉં થાય છે.
९३
અથવા તો જેમ ‘કારણને અનુરૂપ કાર્યની ઉત્પત્તિ થાય છે’ એમ તે માન્યું છે, તેમ જીવોની પણ વિચિત્રતા સ્વીકારી લે.
પૂર્વપક્ષ :- જીવોની વિચિત્રતાનું શું કારણ છે ? ઉત્તરપક્ષ :- ‘કર્મ' એમ અમે કહીયે છીએ.
પૂર્વપક્ષ :- તો પછી કર્મની પણ વિચિત્રતા કયા કારણથી થઈ
છે ?
ઉત્તરપક્ષ :- મિથ્યાત્વ વગેરે હેતુઓથી. અહીં આ રીતે અનુમાન પ્રયોગ છે –
પ્રતિજ્ઞા :- સંસારીપણું નરકાદિરૂપે વિચિત્ર છે.
ધર્મસિદ્ધિ
कार्यत्वात्, यथा लोके विचित्राणां कृषिवाणिज्यादिक्रियाणां फलमिति कर्मवैचित्र्याद् भवस्यापि विचित्रत्वं स्वीकुरु । पुद्गलपरिणामात्मकत्वेन विचित्रा कर्मपरिणतिरभ्रादिवदभ्युपगन्तव्या, यद्विचित्रपरिणतिरूपं न भवति तत्पुद्गलपरिणाममपि न भवति, यथा गगनम् । पुद्गलपरिणामसाम्येऽपि ज्ञानावरणीयादिभेदेन विचित्रता सा ज्ञानप्रत्यनीकादिविशेषहेतुसमुद्भूताऽवसातव्येति । यद्वेह भवसदृशः परभवो भवतां सम्मतस्तथैवेह भवसदृशं कर्मफलमपि परत्र मन्यस्व एतदुक्तं भवति विचित्रगतिहेतुकविचित्रक्रियानुष्ठातॄणां प्रत्यक्षत उपलभ्यमानत्वेन परत्रापि तत्तत्क्रियाणां विचित्रं
હેતુ :- કારણ કે તે વિચિત્ર કર્મનું કાર્ય છે.
દૃષ્ટાન્ત :- જેમ કે લોકમાં વિચિત્ર એવી ખેતી, વેપાર વગેરે ક્રિયાઓનું ફળ.
આ રીતે કર્મની વિચિત્રતાથી ભવની પણ વિચિત્રતા થાય છે. એ વાત સ્વીકારી લે.
કર્મપરિણતિ પુદ્ગલના પરિણામસ્વરૂપ હોય છે. માટે તેને વાદળા વગેરેની જેમ વિચિત્રરૂપવાળી માનવી જોઈએ. એવી વ્યાપ્તિ છે કે જે વિચિત્ર પરિણતિરૂપ ન હોય, તે પુદ્ગલનો પરિણામ પણ ન હોય, જેમ કે આકાશ.
પુદ્ગલપરિણામ સમાન હોવા છતાં પણ કર્મોમાં જ્ઞાનાવરણીય વગેરે ભેદોથી જે વિચિત્રતા થાય છે, તે જ્ઞાનપ્રત્યનીકતા - જ્ઞાન, જ્ઞાનના સાધન, જ્ઞાની સાથે શત્રુતાભર્યો વ્યવહાર કરવો વગેરે વિશેષહેતુઓથી થાય છે.
અથવા તો જેમ આ ભવ જેવો પરલોક થાય છે, એમ તમે માનો છો, તેમ આ ભવ જેવું કર્મફળ પણ પરલોકમાં મળે છે, તેમ માની લો. આશય એ છે કે પ્રત્યક્ષ દેખાય છે કે જીવો જાત જાતની પ્રવૃત્તિ કરે છે અને એ વિભિન્ન પ્રવૃત્તિઓ તેમની વિભિન્ન ગતિઓનું