Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 56
________________ कर्मसिद्धिः तस्य सर्वत्र भावात् । तस्यापि विचित्रतास्वीकारे नामान्तरेण भाव एव विचित्रस्वभावः स्वीकृतः स्यात्, विचित्रतापि तत्तदर्थक्रियासामर्थ्यलक्षणं स्वभावभेदमन्तरेण न भक्ति तथाभूतस्वभावभेदाङ्गीकारे भावरूपव सम्पन्ना, तथा च सति विश्ववैचित्र्यान्यथानुत्पत्त्या भावरूपस्य स्वभावस्य स्वीकारे नामविपर्यासमात्रमेवेदम् कर्मापि भावरूपं विचित्रस्वभावमेवं भवदभिमतो भावोऽपीति । किञ्च स्वस्यात्मनो भावः स्वभाव इति स्वभावशब्दव्युत्पत्तिः, अयं स्वभावः कार्यगतः कारणगतो वा ? न तावत् कार्यगतः, कार्यस्य निष्पन्नत्वेन लब्धात्मलाभात्, अलब्धात्मलाभદેખાય છે, અભાવની નહીં. કારણ કે અભાવ તો તુચ્છરૂપ હોવાથી સર્વત્ર હોય છે. જો અભાવની પણ વિચિત્રતા સ્વીકારો, તો નામાન્તરથી વિચિત્રસ્વભાવવાળો ભાવ જ સ્વીકાર્યો ગણાશે. વિચિત્રતા પણ તે તે અર્થક્રિયાના સામર્થ્યસ્વરૂપ સ્વભાવભેદ વિના ન થઈ શકે. અને તેવા પ્રકારનો સ્વભાવભેદ સ્વીકારો એટલે એ તમારો માનીતો અભાવ ભાવસ્વરૂપ જ થઈ શકે. આ રીતે તમે બે કામ સરસ કર્યા (૧) વિશ્વવૈચિત્ર્યની અન્યથા અનુપપત્તિથી સ્વભાવને વિચિત્રતાવાળો માની લીધો (૨) તેના કારણે સ્વભાવને ભાવરૂપ પણ માની લીધો. ८९ ખૂબ ખૂબ અભિનંદન. આ રીતે તમે માત્ર નામવિપર્યાસથી કર્મનો જ સ્વીકાર કરી લીધો છે. કારણ કે કર્મ પણ ભાવરૂપ છે અને વિચિત્ર સ્વભાવવાળું છે, એમ તમારો માનીતો સ્વભાવ પણ તેવો જ છે. હવે તમે ‘સ્વભાવ’ શબ્દની વ્યુત્પત્તિ પણ સમજો સ્વનો પોતાનો, ભાવ = સ્વભાવ. આ સ્વભાવ તમે કેવો માનશો ? કાર્યગત કે કારણગત ? કાર્યગત તો ન માની શકાય. કારણ કે કાર્યની = = ધર્મસિદ્ધિઃ 7 सम्पादनायैव हेतुता सङ्गता, निष्पन्नस्यापि कार्यस्यालब्धात्मलाभे तु कार्यगतस्वभावस्याप्यलब्धात्मलाभः । ननु कार्यगतस्वभावो मास्तु विचित्रतानियामकः कारणगतस्वभावस्तु तथास्त्विति चेत् ? ननु कारणगतस्वभावः, किं तस्मात् भिन्नोऽभिन्नो वा ? न तावत् भिन्नः, सर्वस्याऽपि वस्तुनः तन्नियामकताप्रसङ्गः तथा च सति घटकारणगतस्वभावोऽपि पटविचित्रतानियामकः स्यात् भिन्नत्वाविशेषात् । नाप्यઉત્પત્તિ તો થઈ ગઈ છે. માટે તે જન્મી ચૂક્યું છે. જેનો જન્મ બાકી હોય તેની જ કોઈ મા બની શકે. માટે જેની ઉત્પત્તિ નથી થઈ તેનો જ ઉત્પાદ કરવા માટે જ કોઈ કારણ બને. તો તેનું કારણપણું સંગત થઈ શકે. જે વસ્તુ હાજર જ છે, તેનું કોઈ કારણ બને એ ઘટતું નથી. માટે કાર્યગત સ્વભાવ કારણ ન બની શકે. વળી જો કાર્ય ઉત્પન્ન થઈ ચૂક્યું હોવા છતાં પણ તેને સ્વરૂપપ્રાપ્તિ કરાવે છે એમ માનો, તો સ્વયં કાર્યગત સ્વભાવની પણ સ્વરૂપપ્રાપ્તિ પૂર્વે નથી થઈ. જો કાર્ય જ ન હોય, તો કાર્યગત સ્વભાવ ક્યાંથી હોય ? માટે કાર્યગતસ્વભાવથી કાર્યનો જન્મ થાય છે, એવું કહેવું ઉચિત નથી. -- પૂર્વપક્ષ :- કાર્યગત સ્વભાવ વિચિત્રતાનો નિયામક ભલે ન થાય, કારણગત સ્વભાવ તેનો નિયામક થઈ જશે. ઉત્તરપક્ષ :- અચ્છા, તો કારણગતસ્વભાવ કેવો માનશો ? કારણથી ભિન્ન કે અભિન્ન ? ભિન્ન તો ન માની શકાય, કારણ કે એમ માનતા તો સર્વ વસ્તુઓને તેની નિયામક માનવી પડશે. જેમ સ્વભાવ ભિન્ન હોવા છતાં પણ નિયામક બની શકે છે. તેમ સર્વવસ્તુઓ પણ ભિન્ન હોવા છતાં પણ નિયામક બની જશે. કારણ કે ભિન્નપણું તો બધે સરખું જ છે. તેથી ઘટકારણગત સ્વભાવ પણ પટની

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90