Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 54
________________ ૮૬ ૦ - સિદ્ધિા -~~ર્મસિદ્ધિ: – विकारवदादिमत्प्रतिनियताकारं भवति, दृश्यते चादिमत्प्रतिनियताकारं शरीरादिकार्यजातमतो नाकस्मिकं किन्तु कर्महेतुकमेवेति। अनुमानं चात्रशरीरादिकार्यमुपकरणसहितकर्तृनिवर्त्यमेवादिमत्प्रतिनियताकारत्वात्, घटादिवत् । न च घटाद्यवस्थायामदृष्टमन्तरेणान्यदुपकरणमस्ति, यदेवोपकरणं तदेव कर्मेति। वस्तुधर्मश्चेत् ? मूर्तवस्तुनोऽमूर्तवस्तुनो वा ?, आद्ये सिद्धसाधनमस्माभिरपि पुद्गलास्तिकायपर्यायत्वेनादृष्टस्याभ्युपगमात् । अमूर्तवस्तुनो धर्मश्चेत् ? नासौ शरीरकारणममूर्तत्वादेव ज्ञानादिवत् આકસ્મિક જ ઉત્પન્ન થાય. જેમ વાદળાઓના વિકારોનો પ્રતિનિયત આકાર હોતો નથી, તેમ આકસ્મિક વસ્તુઓનો પણ પ્રતિનિયત આકાર હોતો નથી. પણ શરીર વગેરે કાર્યો તો સાદિ અને પ્રતિનિયત આકારવાળા દેખાય છે. માટે તેઓ આકસ્મિક નહીં, પણ કમહેતુક જ છે. અહીં આ રીતે અનુમાન પ્રયોગ થઈ શકે – પ્રતિજ્ઞા :- શરીર વગેરે કાર્ય ઉપકરણ સહિત એવા કર્તાએ જ બનાવ્યું છે. હેતુ :- કારણ કે તે સાદિ અને પ્રતિનિયત આકારવાળું છે. દિષ્ટાd :- ઘટ વગેરેની જેમ. ઘટ વગેરેની અવસ્થામાં અદૃષ્ટ સિવાય કોઈ ઉપકરણ નથી. એ જે ઉપકરણ છે, તે જ કર્મ છે. પૂર્વપક્ષ :- સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે એમ અમે કહીશું. ઉત્તરપક્ષ :- અચ્છા, તો એ કેવી વસ્તુનો ધર્મ છે ? મૂર્ત વસ્તુનો કે અમૂર્ત વસ્તુનો ? જો એ મૂર્ત વસ્તુનો ધર્મ હોય, તો તમે નવું કાંઈ નથી કરતાં. અમે પણ પગલાસ્તિકાયરૂપે મૂર્ત વસ્તુના પર્યાય (ધર્મ) તરીકે કર્મને માન્યું છે. માટે જે પહેલાથી સિદ્ધ હતું, તેને જ તમે સાધી રહ્યા છો. હવે જો આ આપત્તિથી બચવા માટે તેને અમૂર્ત વસ્તુનો ધર્મ गगनमिव वेत्युक्तपूर्वमिति । तस्मात् न स्वभावो भावरूपः । नाप्यभावरूपः, तथाहि- स हि अभावस्वरूपस्वभावः एकरूपः चित्ररूपो वा ?, एकरूपश्चेत् ? तुच्छकस्वभावत्वेन न कार्यनिष्पत्तिः, यथा भेकजटाभारादिकारणाभावतो भेकजटादिर्न भवति, तद्वत्कार्यनिष्पत्तिरपि न भवतीत्यर्थः, अन्यथा भेकजटादिकमपि स्यात् तुच्छैकस्वभाव-कारणत्वाविशेषात् । ननु मृत्पिण्डरूपाभावादेव घटो जायते, ततः कथमुच्यते तुच्छैकस्वभावत्वे કહો, તો એ શરીરનું કારણ નહીં બની શકે. કારણ કે એ અમૂર્ત છે, જ્ઞાનાદિની જેમ, અથવા તો આકાશની જેમ, આ પૂર્વે કહ્યું જ છે. માટે સ્વભાવ એ ભાવરૂપ નથી. કારણ કે ભાવરૂપ પક્ષના એક પણ વિકલ્પો સંગત થતા નથી. વળી એ અભાવરૂપ પણ ન ઘટી શકે, કારણ કે તે અભાવસ્વરૂપ સ્વભાવ એકરૂપ છે ? કે ચિત્રરૂપ છે ? જો એકરૂપ માનો તો તે તુચ્છ-એકસ્વભાવરૂપ હોવાથી કાર્યને ઉત્પન્ન નહીં કરી શકે. જેમ દેડકાના જટાભાર વગેરેનું કારણ ન હોવાથી દેડકાની જટા વગેરે થતું નથી, તેમ અભાવરૂપ સ્વભાવનું અસ્તિત્વ ન હોવાથી તેના દ્વારા કોઈ કાર્યની ઉત્પત્તિ ન થઈ શકે. જો આવું ન હોય તો દેડકાનો જટાભાર વગેરે પણ ઉત્પન્ન થઈ જાય, કારણ કે તુચ્છએકસ્વભાવરૂપ કારણ તો બંનેમાં સમાનપણે જ રહેલું છે. સ્વભાવથી સર્વ કાર્યોની ઉત્પત્તિ તમને ઈષ્ટ છે. એ સ્વભાવ વળી તુચ્છએકસ્વભાવવાળો છે. આ રીતે વિશ્વના સર્વ કાર્યો અને દેડકાનો જટાભાર બંનેના કારણ તુચ્છ જ છે. તેથી જેમ સર્વ કાર્યોની ઉત્પત્તિ થાય છે, તેમ દેડકાના જટાભારની પણ ઉત્પત્તિ થઈ જશે. પૂર્વપક્ષ :- માટીના પિંડના રૂપના અભાવથી જ ઘટ ઉત્પન્ન થાય છે. માટે તુચ્છ-એકસ્વભાવથી કાર્યની ઉત્પત્તિ ન થાય એવું કેમ કહી શકાય ? વળી માટીનો પિંડરૂપ અભાવ એકાંતે તુચ્છરૂપ નથી.

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90