________________
-~~ર્મસિદ્ધિ: – विश्वोत्पादप्रसङ्गोऽप्यापद्यते । न च तत एव तस्य क्रमवत्कार्यजनकत्वेन नानुपपत्त्यंशोऽपीति वाच्यम्, तस्यैव स्वभावस्य पूर्वोत्तरकार्यजनकत्वे पूर्वोत्तरकालयोरुत्तरपूर्वकार्यप्रसङ्गेन क्रमस्यैव व्याहतेः, एकस्यैव स्वभावस्य भिन्नभिन्नजातिनियामकत्वस्वीकारे एकैकस्य विश्वजातीयत्वप्रसङ्गः, विश्वस्य वैकजातीयत्वप्रसङ्गश्च । ननु कालक्रमेणैव कार्योत्पत्तेः तत्तत्क्षणादिसहकृतस्वभावस्यैव विश्ववैचित्र्ये हेतुत्वमस्त्विति चेत् ? न, कालवादप्रवेशात् ।
પૂર્વપક્ષ :- અરે ભાઈ, સ્વભાવનો એવો સ્વભાવ જ છે કે એ ક્રમશઃ કાર્યોત્પત્તિ કરે છે. માટે અહીં જરા પણ અસંગતિ નથી.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે જો તે જ સ્વભાવ પ્રથમ અને દ્વિતીય કાર્ય કરતો હોય તો પહેલા દ્વિતીય કાર્ય કરે અને પછી પ્રથમ કાર્ય કરે એવી પણ આપત્તિ આવશે. કારણ કે સ્વભાવ તો જે પછી છે, તે જ પૂર્વે પણ છે. આ રીતે પ્રથમ-દ્વિતીય કાર્યનો ક્રમ જ ઉડી જાય છે.
વળી એક જ સ્વભાવને જો ભિન્ન ભિન્ન જાતિનો નિયામક માનો તો પ્રત્યેક જાતિ સર્વજાતીય થઈ જવાની આપત્તિ આવશે. ઘટ અને પટ જો એક જ સ્વભાવથી બને છે તો ઘરમાં પટવ પણ રહેશે અને પટમાં ઘટત્વ પણ રહેશે. એ રીતે કતત્વ, મઠત્વ વગેરે સર્વ જાતિઓ પણ રહેશે, કારણ કે તે સર્વ જાતિઓનો જનક એક જ - એકરૂપ સ્વભાવ છે. આ રીતે પ્રત્યેક જાતિ સર્વજાતિમય થઈ જશે. કારણભેદથી જ કાર્યભેદ થઈ શકે. અન્યથા કાર્યોનો અભેદ થઈ જાય એ પૂર્વે સમજાવ્યું જ છે. માટે જ આખું વિશ્વ એકરૂપ થઈ જાય એવી આપત્તિ પણ આવે છે.
પૂર્વપક્ષ :- કાર્યોત્પતિ તો કાળકમથી જ થાય છે. માટે તે તે ક્ષણ વગેરે સહકારીઓ સાથે મળીને સ્વભાવ જ વિશ્વની વિચિત્રતાનું કારણ બને છે, એમ અમે માનશું. એટલે પૂર્વોક્ત આપત્તિ નહીં રહે. ૬. ચમાવત: | ૨. ચમાવસ્થા
૭૮
સિદ્ધઃअथ क्षणिकस्वभावत्वे नायं दोष इति चेत् ? न, एकजातीयहेतुं विना कार्येकजात्यसम्भवात् । अथ सामग्र्यपेक्षया लाघवात् कुर्वदूपत्वमेवास्तु कारणतावच्छेदकमिति चेत? न, कुर्वदूपत्वस्य जातित्वाभावेन घटं प्रति घटकुर्वद्रूपत्वेन हेतुत्वस्य वक्तुमशक्यत्वात्, सामग्रीत्वेन च कार्यव्याप्य
ઉત્તરપક્ષ :- હા, પણ એમ માનવાથી તમારો કાળવાદમાં પ્રવેશ થઈ જશે.
પૂર્વપક્ષ :- ક્ષણિક સ્વભાવ માનવાથી એ દોષ નહીં આવે. તે ક્ષણે તથાવિધ સ્વભાવથી તથાવિધ કાર્યની ઉત્પત્તિ કરશે. બીજી ક્ષણે અન્ય સ્વભાવથી અન્ય કાર્યની ઉત્પત્તિ કરશે. આ રીતે કમ અને વિચિત્રરૂપતા બંને જળવાઈ જશે.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે ભિન્ન ભિન્ન સ્વભાવને ભિન્ન ભિન્ન કાર્યોનો જનક માનશો તો એકજાતીય કારણની સિદ્ધિ ન થવાથી કાર્યમાં એકજાતીયતા નહીં રહે. પણ દુનિયામાં તો ઘટ-પટ વગેરે એક-એક જાતિના હજારો કાર્યો દેખાય છે.
પૂર્વપક્ષ :- ઘટનું ઉત્પાદન કરનારા સમસ્ત ભાવોમાં ઘટકુર્વરૂપત્વ નામની જાતિ માનીને તજ્જાતીય સ્વભાવોથી ઉત્પન્ન થનારા ઘટોમાં એકજાતીયતા ઘટી જશે.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે કુરૂપત જાતિમાં કોઈ પ્રમાણ નથી. તે જાતિ તો જ હોઈ શકે, કે જ્યારે એક જ કારણથી કાર્યની ઉત્પત્તિ માનો અને તેને જ કાર્યનું વ્યાપ્ય માનો. પણ એક જ કારણથી કાર્યની ઉત્પત્તિ તો અસિદ્ધ છે. કાર્યની ઉત્પત્તિ તો કારણોના સમૂહરૂપ સામગ્રીથી થાય છે. સામગ્રી જ કાર્યની વ્યાપ્ય હોય છે. સામગ્રી (કારણસમૂહ) ને એક કારણથી વિશિષ્ટ એવા બીજા કારણરૂપ માનીને વ્યાપ્ય માનીએ તો સામગ્રીમાં જેટલા કારણો છે તેમાં કોને વિશેષ્ય બનાવવું અને કોને વિશેષણ બનાવવું ? જેમ કે ઘડાની ઉત્પત્તિમાં દંડવિશિષ્ટ ચકને કારણે માનવું ? કે પછી