Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 43
________________ -ર્મસિદ્ધિ: - दृष्टाभावे मुद्गपक्तिरपि, कुत्रचित्स्थाल्यादिभङ्गोपलम्भात् । न च दृष्टकारणवैगुण्यात्तत्र पाकाभाव इत्यपि नोद्यम्, वैगुण्येऽपि निमित्तान्तरस्यावश्यकत्वात्, अतो दृष्टकारणानां नियमतो नापेक्षापि, तथाविधप्रयत्नमन्तरेणापि पुण्योदयेन धनधान्यादिप्राप्तिदर्शनात्, केवलं कर्मविपाककालेऽवर्जनीयसन्निधिकत्वेन दृष्टकारणानां निमित्तत्वव्यवहारात्, अत एव ‘दृष्टकारणानामदृष्टव्यञ्जकत्वम्' इति सिद्धान्तः सङ्गच्छते । तथा चोक्तम् પૂર્વપક્ષ :- થાળી વગેરે ભાંગી જાય, તેમાં તે થાળી વગેરે સામગ્રીની ખામી જ કારણભૂત છે. માટે પ્રત્યક્ષ દેખાતા કારણોની વિકળતાથી જ પાક થતો નથી એમ માની લેવું ઉચિત છે. તેમાં કર્મની કલ્પના કરવાની જરૂર નથી. ઉત્તરપક્ષ :- પ્રત્યક્ષ દેખાતા કારણોની વિકલતા પણ શા માટે છે ? તે નિષ્કારણ ન હોઈ શકે, માટે અવશ્ય તેનું પણ કોઈ નિમિત્ત છે. એ નિમિત્ત એ જ કર્મ. આ જ કારણથી પ્રત્યક્ષ દેખાતા કારણોથી જ કાર્ય થાય એવી તે કારણોની નિયત અપેક્ષા પણ નથી. કારણ કે એવું પણ દેખાય છે કે કોઈએ તથાવિધ પ્રયત્ન ન કર્યો હોય તો પણ પુણ્યના ઉદયથી તેને ધન-ધાન્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. માત્ર કર્મના વિપાક સમયે પ્રત્યક્ષ કારણોના સાન્નિધ્યનું વર્જન કરી શકાતું નથી. માટે તેઓ કાર્યના નિમિત્ત છે, તેમનાથી કાર્ય થયું, એવો વ્યવહાર થાય છે. માટે જ દષ્ટ કારણો અદેખથી અભિવ્યક્ત થાય છે. કર્મ જ બાહ્ય નિમિતોને ખેંચી લાવે છે - એવો સિદ્ધાન્ત સંગત થાય છે. તે પ્રકારે કહ્યું પણ છે – ૬૪ - શર્મસિદ્ધઃ“न भोक्तृव्यतिरेकेण, भोग्यं जगति विद्यते। न चाकृतस्य भोक्ता स्यात्, मुक्तानां भोग्यभावतः।।१।। भोग्यं विश्वं च सत्त्वानां, विधिना तेन तेन यत्। दृश्यतेऽध्यक्षमेवेदं, तस्मात्तत्कर्मजं हि तत्।।२।। न च तत्कर्मवैधुर्ये, मुद्गपक्तिरपीक्ष्यते। स्थाल्यादिभङ्गभावेन, यत् क्वचिन्नोपपद्यते।।३।।" (શાસ્ત્રવાર્તાસનુષ્ય ૨/-૬૭) “यथा यथा पूर्वकृतस्य कर्मणः, फलं निधानस्थमिवावतिष्ठते। तथा तथा तत्प्रतिपादनोद्यता, પ્રવીપદન્તવ મતિઃ પ્રવર્તતાજા” विपाककालस्य कर्मावस्थाविशेषरूपत्वेन न कालवादप्रसक्तिः, જગતમાં ભોક્તા સિવાયનું ભોગ્ય હોતું નથી. જેણે જે કર્યું નથી, તેનો તે ભોક્તા પણ નથી. અન્યથા મુક્તોને પણ ભોગ થવાની આપત્તિ આવે. ||૧| તે તે વિધિથી જીવોનું ભોગ્ય આ વિશ્વ છે. તે પ્રત્યક્ષ જ દેખાય છે. માટે આ વિચિત્ર વિશ્વ કર્મથી કરાયેલું છે. શાં કર્મ પ્રતિકૂળ હોય તો મગનો પાક પણ થતો નથી. કારણ કે તેવા સમયે થાળી વગેરે ભાંગી જવાથી ક્યાંક પાક થઈ શકતો નથી. [3II જેમ જેમ પૂર્વકૃત કર્મનું ફળ નિધાનમાં રહેલું હોય તેમ અવસ્થિત થાય છે, તેમ તેમ હાથમાં દીવડો રાખ્યો હોય તેમ તેને બતાવવામાં સજ્જ એવી બુદ્ધિ પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ જેવો કર્મોદય થવાનો હોય તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવાનું મન થાય છે. l૪TI પૂર્વપક્ષ :- અમે પૂર્વે પણ કહ્યું હતું કે –

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90