________________
—ર્મસિદ્ધિ
६९
नियतिजन्यत्वसिद्धिरित्येवंरूपान्योऽन्याश्रयणात्, कार्यस्य कारणता
नवच्छेदकत्वाच्चेति । तदुक्तम् -
“नियतेर्नियतात्मत्वान्नियतानां समानता ।
तथानियतभावे च बलात्स्यात् तद्विचित्रता । ।१ ।। न च तन्मात्रभावादे-र्युज्यतेऽस्या विचित्रता । तदन्यं भेदकं मुक्त्वा, सम्यग्न्यायाविरोधतः । । २ ।।
તે વ્યક્તિત્વની સિદ્ધિ થાય, તો તે વ્યક્તિ નિરુપિતરૂપે નિયતિજન્યત્વની સિદ્ધિ થાય. આ રીતે અન્યોન્યાશ્રય દોષ આવે છે.
વળી આ રીતે તદ્ભક્તિરૂપ કાર્ય તદ્યક્તિના કારણતાવચ્છેદક કોટિમાં પ્રવિષ્ટ થઈ જાય છે, જે અનુચિત છે. કારણ કે કાર્ય કારણતાવચ્છેદક ન માની શકાય. કારણ કે જો કાર્ય કારણતાવચ્છેદક હોય, તો તેની ઉત્પત્તિની પહેલા કારણતાવચ્છેદક વિશિષ્ટ કારણ વિધમાન જ નથી, તેથી કાર્યની ઉત્પત્તિ જ અસંભવિત બની જશે. અર્થાત્ કાર્યોત્પત્તિની પૂર્વે કાર્યવિશિષ્ટકારણ હાજર ન હોવાથી કાર્યની ઉત્પત્તિ જ નહીં થઈ શકે.
માટે કાર્યને કારણતાવચ્છેદક ન માની શકાય. કહ્યું છે – નિયતિ પ્રતિનિયતરૂપ છે. માટે તેનાથી જન્ય પદાર્થો પણ એકરૂપ જ થશે. અને જો પદાર્થોને અનેકરૂપ માનવા હોય તો પરાણે પણ નિયતિને વિચિત્રરૂપવાળી માનવી પડશે. ૧ (શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૨-૬૯)
જો નિયતિ સિવાય કોઈ ભેદક તત્ત્વ હોય, તો માત્ર નિયતિ, પરિણામ વગેરેથી પ્રતિનિયતકાર્યને ઉત્પન્ન કરનારી નિયતિની વિચિત્રતા સમ્યક્ તર્કને સાનુકૂળપણે ઘટતી નથી. IIII (શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૨-૭૦)
ર્મસિદ્ધિ
न जलस्यैकरूपस्य वियत्पाताद्विचित्रता । ऊषरादिधराभेद-मन्तरेणोपजायते ।। ३ ।। तद्भिन्नभेदकत्वे च तत्र तस्या न कर्तृता । तत्कर्तृत्वे च चित्रत्वं, तद्वत्तस्याप्यसङ्गतम् ।।४।।” इति (શાસ્ત્રવાર્તાસમુયે ૨/૬૧-૭૨) ननु नियतेरेव कार्यवैचित्र्यप्रयोजकस्वभावोऽस्त्विति चेत् ? न स्वभाववादप्रवेशेन नियतिवादस्य परित्यागप्रसङ्गात्, अथ परिपाक एव स्वभावो न हेत्वन्तरमिति चेत् ? न, परिपाकेऽपि
७०
જળ તો જળપણે એક રૂપ જ છે. તે આકાશમાંથી પડે પછી ઉષરભૂમિ, ફળદ્રુપ ભૂમિ વગેરે ધરતીના ભેદ વિના તેની વિચિત્રતા થઈ શક્તી નથી. (માટે વિચિત્રતા હોય, ત્યાં ભેદક અવશ્ય હોવો જોઈએ.) 113/1 (શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૨-૭૧)
જો નિયતિથી ભિન્ન ભેદક માનો, તો તે ભેદકની કર્તા નિયતિ નહીં રહે. જો ભેદકની કર્તા નિયતિને જ માનો તો જેમ નિયતિ અનેકરૂપવાળી નથી, તેમ ભેદક પણ અનેકરૂપવાળો નહીં રહે. ।।૪। (શાસ્ત્રવાર્તાસમુરાય ૨-૭૨)
પૂર્વપક્ષ :- નિયતિનો એવો સ્વભાવ જ છે, કે જેનાથી એ કાર્યવૈચિત્ર્યની પ્રયોજક બને છે, એવું અમે માનશું. હવે ઉપરોક્ત કોઈ દોષ નહીં આવે, બસ ?
ઉત્તરપક્ષ :- બસ, થઈ રહ્યું. હવે તમે નિયતિવાદને છોડીને સ્વભાવવાદમાં પ્રવેશી ગયા છો.
પૂર્વપક્ષ :- તમારી તો ગજબની દોષદૃષ્ટિ છે, નિયતિનો પરિપાક એ જ તેનો સ્વભાવ છે, એ કાંઈ બીજો હેતુ નથી.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે પરિપાક પણ શેનાથી થાય છે ? તેના માટે તમારે બીજો હેતુ અવશ્ય માનવો પડશે. જેમ કે બે રીતે