Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 42
________________ -~ ર્મસિદ્ધિ: - तथा कशताडनादिसिद्धौ भवं सैद्धिकं, तथा – ‘असैद्धिकं' सुखमान्तरमानन्दरूपमाकस्मिकमनवधारितबाह्यनिमित्तमेवं दुःखमपि ज्वरशिरोऽर्तिशूलादिरूपमङ्गोत्थमसैद्धिकमेतदुभयमपि न स्वयं पुरुषकारेण कृतम्, नाप्यन्येन केनचित्कालादिना कृतम्, 'वेदयन्ति' अनुभवन्ति, 'पृथक् जीवाः' प्राणिन इति कथं तर्हि तत्तेषामभूत् ? इति नियतिवादी स्वाभिप्रायमाविष्करोति- 'संगइयंति सम्यक्स्वपरिणामेन गतिर्यस्य यदा यत्र यत्सुखदुःखानुभवनं सा सङ्गतिः-नियतिस्तस्यां भवं साङ्गतिकम्, यतश्चैवं न पुरुषकारादिकृतं सुखदुःखादि, अतस्तत्तेषां प्राणिनां नियतिकृतं साङ्गतिकमित्युच्यते, ‘इह' अस्मिन् सुखदुःखानुभवादेकेषां वादिनां ‘ગાયાતં તૈણામયગુપનામ:I” ક્તિા તથા અસૈદ્ધિક સુખ હોય, એટલે કે આંતરિક આનંદરૂપ હોય, કોઈનાથી ઉત્પન્ન ન થયું હોય, તેના બાહ્યનિમિત્તનું અવધારણ ન થયું હોય, તેવું સુખ. અસૈદ્ધિક દુઃખ એટલે તાવ, માથું દુખવું, શૂળ વગેરેરૂપ શરીરમાં થાય તેવું દુ:ખ. આ સુખ અને દુઃખ બંને સ્વયં પુરુષાર્થથી કરેલા નથી. અન્ય કોઈ કાળ વગેરેએ કરેલા પણ નથી. પણ આવા સુખ દુઃખને જુદા જુદા જીવો અનુભવે તો છે, તો પછી તેમને આવું સુખ-દુઃખ કેવી રીતે થયું ? આ શંકા પર નિયતિવાદી પોતાના અભિપ્રાયને પ્રગટ કરે છે – જેને જ્યારે જ્યાં જે સુખદુઃખનો અનુભવ થાય = સમ્યક્ સ્વપરિણામથી થતી ગતિ થાય તે સંગતિ = નિયતિ છે. તેમાં જે થાય તે સાંગતિક છે. જેથી આવું છે, તેથી સુખ-દુઃખ વગેરે પુરુષાર્થથી થતા નથી. માટે તે જીવોના સુખદુ:ખ વગેરે નિયતિથી કરાયેલા = સાંગતિક કહેવાય છે. અહીં સુખ, દુઃખના અનુભવથી અમુક વાદીઓએ કહેલું છે. અર્થાત્ તેમનો આવો મત છે. ગ્રન્થકારનો ઉત્તરપક્ષ આ બધું બાળ જલ્પિત છે = નાના બાળકના લવારા છે. ૬૨ ૯ ઋસિદ્ધઃएतत्सर्वं बालजल्पितम्, अदृष्टस्य विश्ववैचित्र्यस्य हेतुत्वेन साधितत्वात्, पुनरपि किञ्चिदुच्यते, भोक्तृव्यतिरेकेण भोग्यं विश्वे न विद्यते, भोग्यपदस्य ससम्बन्धित्वात्, नाकृतस्य भोक्तापि, स्वव्यापारजन्यस्यैव स्वभोग्यत्वदर्शनात्, अन्यथा मुक्तात्मनां भोगप्रसङ्गात्, भोग्यं च सत्त्वानां सुखदुःखादिप्रकारेण विश्वं प्रत्यक्षतया दृश्यते, इतोऽपि कर्मकर्तृत्वेन विश्ववैचित्र्यं निर्णीयते । न भवितुमर्हति भोक्तृगतानुकूलाકારણ કે વિશ્વની વિચિત્રતાનું કારણ કર્મ છે, એવું પૂર્વે સિદ્ધ કર્યું છે. ફરી પણ કાંઈક કહેવાય છે - વિશ્વમાં જે કાંઈ પણ ભોગ કરવા યોગ્ય વસ્તુ છે, તેનો કોઈને કોઈ ભોક્તા છે જ. કારણ કે ભોગ્યપદ સસંબંધી છે. ‘ભોગ્ય’ શબ્દનો અર્થ જ એ છે કે જે ભોક્તાથી ભોગવવા યોગ્ય હોય. વળી જીવે પોતે જેને કર્યું ન હોય, તેનો તે ભોક્તા પણ થતો નથી. કારણ કે પોતાના વ્યાપારથી જે ઉત્પન્ન થાય તે જ પોતાને ભોગવવા યોગ્ય હોય છે, એવું દેખાય છે. જે પોતે કર્યું ન હોવા છતાં પણ ભોગવવું પડતું હોય, તો મુક્ત જીવોને પણ ભોગવવું પડશે, એવી આપત્તિ આવશે. સુખ-દુઃખ વગેરેના પ્રકારે વિશ્વ જ જીવને ભોગવવા યોગ્ય છે, એવું પ્રત્યક્ષ દેખાય છે. તેનાથી પણ એવો નિર્ણય થાય છે કે વિશ્વની વિચિત્રતાનો કર્તા કર્મ છે. ભોક્તામાં રહેલા અનુકૂળ કર્મના અભાવે મગનો પાક પણ થતો નથી. કારણ કે ક્યાંક થાળી વગેરેનો ભંગ જણાય છે. આશય એ છે કે મગ પાકે છે કોરડુ મગ નથી પાકતો. આવા તર્કો કરીને વાદીઓ સ્વભાવ વગેરેને કારણ તરીકે સિદ્ધ કરે છે. પણ વાસ્તવમાં મગ પાકે કે ન પાકે તેમાં તેને ભોગવનારનું કર્મ કામ કરતું હોય છે. તેથી જ પાકી જાય એવા મગ હોય, તો પણ ખાનારનું કર્મ જો પ્રતિકૂળ હોય, તો જે થાળ, કડાઈ વગેરેમાં મગ રંધાતા હોય તે વાસણ જ ભાંગી જાય છે. અને તે મગ પાકી શકતા નથી.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90