Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 41
________________ -~~ર્મસિદ્ધિ: – तथेश्वरकर्तृके अपि सुखदुःखे न भवतः यतोऽसावीश्वरो मूर्तोऽमूर्तो वा ?, यदि मूर्तस्ततः प्राकृतपुरुषस्येव सर्वकर्तृत्वाभावः, अथामूर्तः तथासत्याकाशस्येव सुतरां निष्क्रियत्वम्, अपि च- यद्यसौ रागमांस्ततोऽस्मदाद्यव्यतिरेकाद्विश्वस्याकर्तेव, अथासौ वीतरागस्ततस्तत्कृतं सुभगदुर्भगेश्वरदरिद्रादिजगद्वैचित्र्यं न घटां प्राञ्चति, ततो नेश्वरकृते इति । तथा स्वभावस्यापि सुखदुःखादिकर्तृत्वानुपपत्तिः, यतोऽसौ स्वभावः पुरुषात् भिन्नोऽभिन्नो वा ?, यदि भिन्नो न पुरुषाश्रिते सुखदुःखे તે આ પ્રકારે – આ જ ભેદ છે કે ભેદનો હેતુ છે, કે જે વિરુદ્ધ ધર્મનો અધ્યાસ થાય છે અને કારણભેદ હોય છે. પૃથ્વીમાં કઠિનતાનો અને પાણીમાં દ્રવપણાનો અધ્યાસ થાય છે, આ રીતે વિરુદ્ધ ધર્મોનો અનુભવ પૃથ્વી અને પાણીના ભેદની સિદ્ધિ કરે છે. ઘટ માટીમાંથી બને છે અને પટ તંતુમાંથી. આમ કારણભેદ ઘટ અને પટના ભેદની સિદ્ધિ કરે છે. વળી સુખ-દુ:ખનો કર્તા ઈશ્વર પણ નથી. કારણ કે તે ઈશ્વરને કેવો માનશો ? મૂર્ત કે અમૂર્ત ? જો મૂર્ત માનશો તો તે સામાન્ય માણસ જેવો જ થયો. તેથી તે સર્વનો કર્તા ન હોઈ શકે. જો અમૂર્ત માનો તો તે આકાશની જેમ સુતરાં નિષ્ક્રિય થશે. તેથી તે જગત્કર્તા ન હોઈ શકે. વળી જો તે રાગ-દ્વેષવાળા હોય, તો આપણા કરતા તેનામાં કોઈ વિશેષતા ન હોવાથી, તે વિશ્વનો અકર્તા જ છે. અને જો તે વીતરાગ હોય તો પછી તે ભાગ્યશાળી-દુર્ભાગી, ઈશ્વર-દરિદ્ર વગેરે જગતનું વૈચિત્ર્ય સર્જે તે સંગત થતુ નથી. માટે સુખ-દુઃખનો કર્તા ઈશ્વર નથી. વળી સુખ-દુ:ખનો કર્તા સ્વભાવ છે, એ પણ ઘટતું નથી. કારણ કે સ્વભાવ આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન છે તો તે પુરુષમાં સુખ દુઃખ ન કરી શકે, કારણ કે તે તેનાથી ભિન્ન છે. - - कर्तुमलम्, तस्माद्भिन्नत्वादिति, नाप्यभिन्नः, अभेदे पुरुष एव स्यात्, तस्य चाकर्तृत्वमुक्तमेव, नापि कर्मणः सुखदुःखं प्रति कर्तृत्वं घटते, यतस्तत्कर्म पुरुषाद्भिन्नमभिन्नं वा भवेत् ?, अभिन्नं चेत् पुरुषमात्रतापत्ति कर्मणः, तत्र चोक्तो दोषः, अथ भिन्नं ? तत्किं सचेतनमचेतनं वा ?, यदि सचेतनमेकस्मिन्कार्ये चैतन्यद्वयापत्तिः, अथाचेतनं तथा सति कुतस्तस्य पाषाणखण्डस्येवास्वतन्त्रस्य सुखदुःखोत्पादं प्रति कर्तृत्वमिति, एतच्चोत्तरत्र न्यासेन प्रतिपादयिष्यत इत्यलं प्रसङ्गेन । तदेव सुखं 'सैद्धिकं' सिद्धीअपवर्गलक्षणायां भवं यदि वा दुःखमसातोदयलक्षणमसैद्धिकम्, सांसारिकं यदि वा उभयमप्येतत्सुखं दुःखं वा स्रक्चन्दनाधुपभोगक्रियासिद्धी भवं અભિન્નપક્ષ પણ ઘટતો નથી કારણ કે જો અભેદ માનીએ તો આત્મા જ રહેશે. કારણ કે તેનાથી ભિન્ન એવી સ્વભાવ જેવી કોઈ વસ્તુ જ નથી. અને આત્મા તો જગતનો કર્તા નથી, એ પૂર્વે કહ્યું જ છે. સુખ-દુ:ખનો કર્તા કર્મ પણ નથી. કારણ કે તે કર્મ પુરુષથી ભિન્ન છે કે અભિન્ન ? અભિન્ન હોય તો કર્મ પુરુષ જ બની જશે, તેનું અલગ અસ્તિત્વ જ નહીં રહે. અને પુરુષ તો સુખ-દુઃખનો કર્તા નથી એ પૂર્વે કહ્યું જ છે. જો ભિન્ન છે, તો તે સચેતન છે કે અચેતન, જો સચેતન હોય તો એક શરીરમાં બે જીવ માનવા પડશે. અને જો કર્મ અચેતન છે, તો તે પથરના ટુકડાની જેમ અસ્વતંત્ર છે. તેથી તે સુખ-દુઃખની ઉત્પત્તિ ન કરી શકે. આ વાત પાછળથી વિસ્તારપૂર્વક કહેવાશે, માટે અત્યારે પ્રાસંગિકચર્ચાથી સર્યું. તે સિદ્ધિગતિમાં થાય તેવું સુખ હોય કે સંસારમાં થનારા અશાતાના ઉદયરૂપ દુઃખ હોય, અથવા તો આ બંને સુખ કે દુઃખ માળી, ચન્દન વગેરેનો ઉપભોગરૂપી ક્રિયા સિદ્ધ થવાથી થાય તેવું તથા ચાબૂકના ફટકારા વગેરેની સિદ્ધિ થવાથી થાય એવું હોય.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90