________________
- મસિદ્ધઃइति । प्रयोगाश्चात्र- सहेतुकाः सुखदुःखादयः कार्यत्वात्, घटादिवत् । न चेष्टसंयोगादया सुखस्यानिष्टसंयोगादयो दुःखस्येति वाच्यम्, तुल्येऽपि साधने फलभेददर्शनात्, तस्मात् यदेव तयोरसाधारणं कारणं तदेव મૈંતિકા
-~ર્મસિદ્ધિઃ - स्वीक्रियते न वा ?, स्वीकारे तद्धेतुकं विचित्रस्वभावमदृष्टं स्वीकरणीयं स्यादेव, अस्वीकारे तु प्रत्यक्षबाधः। अपि च भवान्तरगतस्थूलशरीरनिबन्धनीभूतकार्मणशरीरमन्तरेण परित्यक्तस्थूलशरीरजन्तोरागामिभवशरीरग्रहणाभावः स्यात्, न च निष्कारण: शरीरपरिग्रहो युज्यते, ततश्च परित्यक्ततनोस्तदनन्तरमेव संसारव्यवच्छित्तिः स्यात्। शरीराभावेऽपि भवभ्रमणसम्भवे च मुक्तात्मनामपि संसारापत्तिः, एवं च सति मोक्षेऽनाश्वास તેમાં જીવયુક્તત્વરૂપ વિશેષકારણ પણ છે. એવા પ્રત્યક્ષથી દેખાતા બાદર શરીરમાં તમે વિચિત્રતા માનો છો કે નહીં ?
જો માનો છો, તો તે વિચિત્રતાના કારણભૂત વિચિત્રસ્વભાવવાળું કર્મ માનવું જ પડશે.
હવે કર્મનો અસ્વીકાર કરવાનો કદાગ્રહ રાખી એમ કહો કે દશ્યમાન શરીરમાં કોઈ વિચિત્રતા નથી, તો પ્રત્યક્ષબાધ આવશે. કારણ કે તેમાં તો જુદા જુદા જીવોમાં જે ભેદ (વિચિત્રતા) હોય છે, તે પ્રત્યક્ષ જ દેખાય છે.
વળી જો ભવાન્તરગત સ્કૂલ શરીરમાં કારણભૂત એવું કાર્પણ શરીર ન હોય, તો જે જીવે સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો છે, તે આગામી ભવના શરીરનું ગ્રહણ જ નહીં કરે. આગામી ભવનાં શરીરનું ગ્રહણ કર્મથી થાય છે. તેના વિના નિષ્કારણ શરીરગ્રહણ ન થઈ શકે. માટે જો કર્મ જેવી વસ્તુ ન માનો તો જેવું કોઈ પણ જીવનું મૃત્યુ થાય, જીવ સ્થૂળ શરીરનો ત્યાગ કરે, કે તરત જ તેના સંસારનો વ્યુચ્છેદ થઈ જાય.
પૂર્વપક્ષ :- ભલે જીવ સ્થૂળ શરીરનો ત્યાગ કર્યા પછી આગામી ભવના શરીરનું ગ્રહણ ન કરે, તો પણ તેનું ભવભ્રમણ ચાલુ રહેશે. તેથી તેના સંસારનો ઉચ્છેદ નહીં થાય.
ઉત્તરપક્ષ :-ના, કારણકે જો શરીર વિના પણ ભવભ્રમણ થઈ શકતું હોય, તો મુક્ત જીવોને પણ ભવભ્રમણ થશે. અને આવું
થવાથી મોક્ષમાં પણ અનાશ્વાસ થશે. વાસ્તવિક મોક્ષ જેવું તત્ત્વ જ નહીં રહે. કર્મની સિદ્ધિ માટે અમે આવા અનુમાન પ્રયોગો કરીએ છીએ –
(૧) સુખ, દુઃખ વગેરે સકારણ છે કારણ કે તેઓ એક પ્રકારનું કાર્ય છે, ઘટાદિની જેમ.
જેમ ઘટ વગેરે કાર્ય છે તો તેમના કુંભાર વગેરે કારણ હોય જ છે. તેમ સુખ, દુઃખ વગેરે પણ કાર્ય છે. તેથી તેનું કોઈ ને કોઈ કારણ હોવું જ જોઈએ. તે કારણ એ જ કર્મ છે.
પૂર્વપક્ષ :- સુખ, દુઃખનું કોઈ ને કોઈ કારણ છે એ તો અમે પણ માનીએ છીએ. પણ એ કારણ તરીકે કર્મને માનવાની શું જરૂર છે ? ઈષ્ટસંયોગ વગેરે સુખના કારણ છે અને અનિષ્ટ સંયોગ વગેરે દુ:ખના કારણ છે. આ રીતે જ તમારું અનુમાન ઘટાવી દેવાનું. સુખ-દુ:ખ સકારણ તરીકે સિદ્ધ થઈ જશે. પણ આ રીતે કર્મની સિદ્ધિ નહીં થઈ શકે.
ઉત્તરપક્ષ :- તમારી વાત ઉચિત નથી. કારણ કે એક જ કામ બે વ્યક્તિ કરી રહી હોય, બંનેના સાધન પણ સરખા જ હોય, એવા સ્થળે પણ જોવા મળે છે કે બંનેને જુદું જુદું ફળ મળે છે. માટે કાર્યભેદ જ બતાવે છે કે બંનેમાં કારણભેદ પણ છે. પહેલાને જે ફળ મળ્યું તેનું કારણ ભિન્ન હતું અને બીજાને જે ફળ મળ્યું, તેનું કારણ પણ ભિન્ન હતું. બંનેમાં સાધારણ (કોમન) કારણ ન હતું. ફળભેદ જ બતાવે છે કે બંનેમાં અસાધારણ કારણ હતું. આ અસાધારણ