Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 21
________________ ૨૦ સિદ્ધિ:-- ઋદ્ધિઃ - ननु मनुष्यत्वादिपरिणामपरिणतानामेव विचित्रस्वभावताऽस्तु किमदृष्टकल्पनया ? कल्पने च तत्कर्तृत्वेनात्मनोऽप्यभ्युपगमप्रसङ्गः इति चेत् ? असौ कल्पनावज्रप्रहारो नास्तिकानां शिरस्यस्तु, अस्माभिस्तु तत्कर्तृत्वेन भूतातिरिक्तात्मनः स्वीकृतत्वादिति । तदुक्तम्“भूतानां तत्स्वभावत्वा-दयमित्यप्यनुत्तरम्। न भूतात्मक एवात्मे-त्येतदत्र निदर्शितम् ।।१।।" इति (શાસ્ત્રવાર્તાસમુચ્ચયે ૧-૧૪) तत्तत्क्रियाध्वंसस्य विश्वविचित्रतायाः कारणत्वनिराकरणं तु कल्पકરતું નથી. આ આવરણ એ જ કર્મ છે. આ રીતે કર્મની સિદ્ધિ કરતા અનેક અનુમાન પ્રયોગો સ્વયં જાણવા જોઈએ. પૂર્વપક્ષ :- જેઓ મનુષ્યપણું વગેરે પરિણામોથી પરિણત છે, તેવા પંચમહાભૂતોનો જ આ વિચિત્ર સ્વભાવ છે, એમ માની લો. કર્મની કલ્પનાનું શું કામ છે ? વળી કર્મની કલ્પના કરો, તો કર્મના કર્તા તરીકે આત્માનો પણ સ્વીકાર કરવો પડશે. ઉત્તરપક્ષ :- કર્મકાનાનો આ વજપ્રહાર તો નાસ્તિકોના માથે છે, કારણ કે તેમણે આત્મતત્ત્વને માન્યું નથી. અમે તો કર્મના કર્તા તરીકે પાંચ ભૂતોથી ભિન્ન એવો આત્મા માન્યો જ છે. માટે અમારા મતે કોઈ બાધ આવતો નથી. કહ્યું પણ છે – ભૂતોના તથાવિધ વિચિત્રભોગ હેતુ સ્વભાવથી આવો ફળભેદ થાય છે. એ તો કોઈ જવાબ જ નથી. અર્થાત્ એ તો અત્યંત શિથિલ સમાધાન છે. વળી આત્મા પંચભૂતમય નથી એવું અહીં પૂર્વગ્રંથમાં બતાવવામાં આવ્યું છે. માટે આત્માનો સ્વભાવભેદ કર્માધીન છે. (શાત્રવાર્તાસમુચ્ચય સ્તબક ૧, શ્લોક ૯૪) પૂર્વપક્ષ :- કર્મને પુરવાર કરવા તમે એવી દલીલ કરો છો કે लतातोऽवसेयम्। अपि च भवति प्रवृत्तिः कर्मक्षयार्थित्वेन, न तु दुःखध्वंसार्थित्वेन, दु:खध्वंसस्य पुरुषोद्यम विनापि भावादितोऽप्यदृष्टसिद्धिः । ज्योतिश्चक्रादयोऽप्यदृष्टमपेक्षन्ते, अन्यथा गुरुत्वेन झटिति पातादिप्रसङ्गादिति । प्रकटयति चात्रकालवादी स्वकीयं विचारचातुर्यम् । तथाहि-विश्ववैचित्र्यं ક્રિયા તો પૂર્વભવમાં જ સમાપ્ત થઈ ગઈ છે, અને ફળ તો અત્યારે મળે છે. માટે એ બંને વચ્ચે કોઈ વ્યાપાર) દ્વાર હોવું જોઈએ. એ વ્યાપાર જ કર્મ છે. પણ અમે કહીએ છીએ કે તે તે ક્રિયાનો ધ્વસ વિશ્વની વિચિત્રતાનું કારણ છે. માટે એ ધ્વંસ તો ક્રિયા પછી વિધમાન જ હોય છે. માટે કર્મની કલ્પના કરવાની કોઈ જરૂર નથી. ઉત્તરપક્ષ :- તે તે ક્રિયાના ધ્વંસને જ વ્યાપાર માનીએ તો અનેક દોષો આવે છે, માટે કર્મનો સ્વીકાર કર્યા વિના છૂટકો જ નથી. પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ સ્યાદ્વાદકલતામાં એ મતનું ખંડન કર્યું છે. તે એ ગ્રંથમાંથી જાણી શકાય. (જુઓ શાસ્ત્રવાર્તાસમુચ્ચય તબક-૧, શ્લોક ૧૦૬ ની ટીકા) વળી કર્મના ક્ષય માટે પ્રવૃત્તિ થાય છે. દુઃખના ધ્વસ માટે નથી થતી, કારણ કે દુ:ખનો ધ્વંસ તો પુરુષાર્થ વિના પણ થઈ શકે છે. તેથી મુક્તિ માટે બુદ્ધિશાળી જીવો પુરુષાર્થ કરે છે, તે જ બતાવે છે કે કર્મ જેવું કોઈ તત્ત્વ છે. આ કારણથી પણ કર્મની સિદ્ધિ થાય છે. સૂર્ય-ચન્દ્ર વગેરે જ્યોતિચક્ર આકાશમાં અદ્ધર રહે છે. એ પણ બતાવે છે કે કર્મનું અસ્તિત્વ છે. અન્યથા જો કર્મ ન હોય તો ભારેપણાના કારણે તે જલ્દીથી જમીન પર પડી જાય, જે રીતે તેઓ ભ્રમણ કરે છે તેની અનુપપત્તિ થાય, વગેરે અનેક આપત્તિઓ આવે. વિશ્વની વિચિત્રતામાં કારણભૂત તત્વ કર્મ છે એ આપણે જોયું. આ વિષયમાં ઘણા મતાંતરો છે. જેમ કે કાળવાદી અહીં પોતાની વિચાયતુરતાને પ્રગટ કરતા કહે છે –

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90