Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 28
________________ -ર્મસિદ્ધિ: - तुल्ये तत्र मृदः कुम्भो, न पटादीत्ययुक्तिमत् ।।४।। (શાસ્ત્રાવાર્તાસનુષ્ય ૨/૧૭-૬૦) का कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं, विचित्रभावं मृगपक्षिणां च। स्वभावतः सर्वमिदं प्रवृत्तं, न कामचारोऽस्ति कुतः प्रवृत्तिः।।५।। कण्टकस्य च तीक्ष्णत्वं, मयूरस्य विचित्रता। वर्णाश्च ताम्रचूडानां, स्वभावेन भवन्ति हि।।६।। बदर्याः कण्टकस्तीक्ष्णः, ऋजुरेकश्च कुञ्चितः। फलं च वर्तुलं तस्य, वद केन विनिर्मितम् ।।७।।' इति । अन्यत्तु कार्यजातं दूरे तिष्ठतु, मुद्गपक्तिरपि न स्वभावमृते भवितुं प्रभुः, तथाहि- प्रतिनियतकालव्यापारादिसामग्रीसन्निधानेऽपि કે કાળ વગેરે તો સર્વત્ર તુલ્ય જ છે, તો માટીથી કુંભ જ થાય, કપડાં વગેરે ન થાય એવું તેમના મતે ઘટી નહીં શકે, માટે તેમના માથે અતિપ્રસંગની તલવાર લટકતી જ રહે છે. ll૪ll કાંટાઓની તીણતા કોણ કરે છે ? અને પશુ-પંખીઓની વિચિત્રતા કોણ કરે છે ? આ બધું તો સ્વભાવથી પ્રવૃત થયું છે. એથી જ અહીં મનમાની થતી નથી = માટીથી કપડાં બને એવું અસમંજસ થતું નથી. માટે અહીં પ્રવૃત્તિ-પુરુષાર્થનું ક્યાંથી મહત્વ છે ? સ્વભાવનું જ મહત્ત્વ છે. પી. કાંટાની તીક્ષ્ણતા, મોરની રંગબેરંગીતા અને કૂકડાના રંગો સ્વભાવથી જ થાય છે. III બદરીનો એક કાંટો તીક્ષ્ણ અને સરળ છે, બીજો વક્ર છે અને તેનું ફળ વર્તુળાકાર છે. બોલ, આ બધું કોણે બનાવ્યું છે ? l૭ી. બીજા કાર્યો તો દૂર રહો, મગનો પાક પણ સ્વભાવ વિના ન થઈ શકે. તે આ પ્રમાણે - પ્રતિનિયત કાળ, વ્યાપાર વગેરે સામગ્રીઓ હાજર હોવા છતાં પણ અશ્વમાષ પાકી શકતો નથી. માટે - - नाश्चमाषपक्तिरुपलभ्यते, तस्माद्यद्यद्भावे भवति तत्तदन्वयव्यतिरेकानुविधायि तत्कृतमिति । न शक्यते वक्तुमश्वमाषापक्तिः वैजात्याग्निसंयोगाभावादिति, एकयैव क्रियया तत्तदन्याग्निसंयोगात्, अन्यथाऽश्वमाषभिन्नमुद्गानामप्यपाकापत्तेः । न चादृष्टाभावादश्वमाषाऽपक्तिः, दृष्टसाद्गुण्ये तद्वैषम्यायोगात्, अन्यथा दृढदण्डप्रेरितमपि चक्रं न भ्राम्येत्, तस्मात् स्वभाववैषम्यादश्वमाषापक्तिरिति सुदृढतरमवसेयमिति। જે વસ્તુ જેની હાજરીથી ઉત્પન્ન થાય, તે તેની સાથે અન્વયવ્યતિરેકમાવ ધરાવતું હોય, તે તેનાથી કરાયેલું છે. અર્થાત્ તે જ તે વસ્તુનું કારણ છે. પ્રત્યક્ષ જોવા મળે છે કે જે મગના દાણામાં સીઝવાનો સ્વભાવ છે અને તે સીઝે છે. જેમાં તેવો સ્વભાવ નથી તે ચાર કલાક સુધી પણ ચૂલે ચડેલું હોય, તો ય સીઝતું નથી. માટે મગના પાકમાં પણ સ્વભાવ જ કારણ છે. પૂર્વપક્ષ :- અશ્વમાષ સીઝતા નથી, તેનું કારણ એ જ છે કે તેને વિજાતીય અગ્નિનો સંયોગ થયો નથી. ઉત્તરપક્ષ :- એવું ન કહી શકાય, કારણ કે એક જ ક્રિયાથી તે અશ્વમાષ અને તેનાથી અન્ય એવા મગને અગ્નિનો સંયોગ થાય છે. જો વિજાતીય અગ્નિ સંયોગ અશ્વમાષને ન થયો હોય તો તેની સાથે જ રહેલા સાદા મગને પણ ન થયો હોય. અને તો પછી અશ્વમાષથી ભિન્ન એવા મગનો પણ પાક નહીં થવાની આપત્તિ આવશે. પૂર્વપક્ષ :- કર્મ અનુકૂળ ન હોવાથી અશ્વમાષ રંધાતો નથી. એમ અમે માનશું. ઉત્તરપક્ષ :- એ માન્યતા ઉચિત નથી. કારણ કે પ્રત્યક્ષ દેખાતી સામગ્રીઓ અનુકૂળ હોય તો કર્મ શી રીતે પ્રતિકૂળ હોય ? હાજર સામગ્રી સક્ષમ હોવા છતાં પણ જો કર્મને કારણે નિષ્ફળ જતી હોય, તો પછી દેટ એવા દંડથી પ્રેરિત એવું પણ ચક નહીં ફરે. માટે

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90