Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 32
________________ · कर्मसिद्धिः 7 अत्र नियतिवादिनः स्वकीयं युक्तिकदम्बकं प्रकटयन्ति । तथा हिजगति ये केचन भावा भवन्ति ते नियतिजा एव, 'कथं न सफलीभवन्ति ये मधुमासादी फलप्रदास्ते भाद्रपदादी' इत्यत्र स्वभावतया कालवादिनं प्रत्युत्तरितं तत्तत्व न शोभां बिभर्ति यतः- स्वभावस्य सत्त्वेऽपि मधुमासादावेव केचिदाम्रा अतिफलभारेण नम्रीभूता भवन्ति, केचित्तु वन्ध्याः केचित्त्वल्पफलाः किं बहूना ? एकस्यैवाम्रस्य मञ्जर्या व्याप्तस्यापि न तादृशान्याम्रफलानि भवन्ति, यानि च भवन्ति तत्रापि बहूनि त्वपक्वान्येव भूमौ निपतन्ति, स्तोकानि च परिपक्वफलानि भवन्त्यतो नियतिं विमुच्य नान्यत् किमपि बीजं विश्ववैचित्र्ये पश्यामः । अथ स्वरूपयोग्यताभाव एव बीजमिति चेत् ? न, स्वरूपयोग्यताया તે વિસ્તરાર્થીઓએ તેમાંથી જ જોઈ લેવું. માટે વિશ્વની વિચિત્રતા કાળકૃત નહીં પણ સ્વભાવકૃત માનવી જોઈએ. નિયતિવાદ + અહીં નિયતિવાદીઓ પોતાની યુક્તિઓના સમૂહને પ્રગટ કરે છે. તે આ પ્રમાણે - વિશ્વમાં જે કોઈ પણ પદાર્થો છે, તે નિયતિથી જ ઉત્પન્ન થયા છે. ‘જે વસંતઋતુ વગેરેમાં ફળ આપે છે, તે ભાદરવા વગેરે મહિનામાં કેમ ફળ આપતા નથી ?’ આ કાળવાદીના પ્રશ્નનો સ્વભાવવાદીએ જે પ્રત્યુત્તર આપ્યો તે શોભતો નથી. કારણ કે સ્વભાવ હાજર હોવા છતાં પણ કેટલાક આંબા ચૈત્ર વગેરે મહિનાઓમાં જ ઘણા ફળોના ભારથી નમી જાય છે. કેટલાકને ફળ આવતા જ નથી, તો કેટલાકને ઓછા ફળ આવે છે. વધારે કહેવાથી શું ? એક જ આંબો મંજરીથી વ્યાપ્ત પણ થયો હોય, તો ય તેમાં તેવા આમ્રફળો થતા નથી. જે પણ થાય છે, તેમાં પણ ઘણા તો હજુ પાક્યા પણ ન હોય, ત્યારે જ જમીન પર પડી જાય છે. અને થોડા જ ફળો બરાબર પાકે છે. માટે વિશ્વની વિચિત્રતામાં નિયતિ સિવાય બીજું કોઈ કારણ અમને દેખાતું નથી. સિદ્ધિઃवस्तुस्वरूपत्ये दोषत्वे निपतेरेव नामान्तरेगाभिधानात् । किञ्च मधुमासे आम्रवृक्षशाखायां कोकिलो एवं कुर्वन् तिष्ठति, तस्मिन्नवसरेऽधस्तस्य वधार्थं कश्चित् व्याधो धनुषीषु समारोप्य तिष्ठति, उपरि च तद्वधार्थं सिञ्चानकः समयमवलोकयति, तस्मिंश्चावसरे व्याधोऽहिना दष्टः सन् भूमौ निपतितः तस्मिन्नेव काले करान्मुक्तः शरोऽपि गत्वा सिञ्चानकं विव्याध कोकिलः निर्भीको भूत्वोड्डयित इति । अत्र कोकिलरक्षणे नियतिं विना को हेतुरन्यः एवं ब्रह्मदत्त ४२ -- પૂર્વપક્ષ :- દેખાતું ન હોય, તો ચશ્મા પહેરી લો. સ્વરૂપયોગ્યતાનો ભાવ જ વિશ્વની વિચિત્રતામાં બીજ છે. આ વાત અમે પૂર્વે પણ કહી ચૂક્યા છીએ. ઉત્તરપક્ષ :- ના, કારણ કે જો સ્વરૂ૫યોગ્યતા વસ્તુરૂપ હોય, તે પૂર્વોક્ત દોષ ઊભો જ રહે છે. કે કોઈ આંબા ચૈત્રમાં ય કેમ ફળ નથી આપતા ? કોઈ આંબા અલ્પ ફળ જ કેમ આપે છે ? અને કોઈ આંબા કેમ કેરીઓથી લચી પડે છે ? પૂર્વપક્ષ :- જવા દો ને એ મથામણ, સ્વરૂપયોગ્યતા એ વસ્તુરૂપ : નથી પણ તેનાથી ભિન્ન છે, એમ અમે કહીશું. ઉત્તરપક્ષ :- આ તો તમે નિયતિનું જ નામાન્તર સ્વરૂપયોગ્યતા કર્યું. અતિ સુંદર. હવે આપણે કોઈ વિવાદ રહેતો નથી. વળી ક્યારેક ચૈત્ર મહિનામાં આંબાના ઝાડની ડાળી પર કોયલ મધુર અવાજ કરે છે. તે અવસરે નીચે તેના વધ માટે કોઈ શિકારી ધનુષ્ય પર બાણ ચડાવીને ઊભો રહે છે. કોયલની ઉપર સિંચાણો નામનું પક્ષી કોયલને મારી નાખવા માટે સમય જુએ છે. અને તે અવસરે શિકારીને સાપ કરડ્યો, તે જમીન પર પડી ગયો. તે જ સમયે હાથથી છોડેલ બાણે પણ જઈને સિંચાણાનો વધ કરી દીધો. કોયલ નિર્ભય થઈને ઉડી ગયો. બોલો, આ પ્રસંગમાં કોયલનું જે રક્ષણ થયું, તેમાં નિયતિ

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90