________________
कर्मसिद्धिः
भविता च न प्राप्येत प्राप्येरँश्च केवलाः शुभक्रियानुष्ठातारः तत्फलानुभवितारश्च न चैवं दृश्यते, तस्मात् सर्वासामपि क्रियाणां विचित्रत्वात् विचित्रस्वभावं तद्भिन्नमदृष्टरूपं फलं भवतीति द्रष्टव्यम् । तथा स्वपरप्रमेयप्रकाशकैकस्वभावस्यात्मनः हीनगर्भस्थानविग्रहविषयेषु विशिष्टाभिरतिः आत्मतद्व्यतिरिक्तकारणपूर्विका, विशिष्टाभिरतित्वात्, जुगुप्सनीयपरपुरुषे
१७
ઉત્તરપક્ષ :- સાંભળો, ખેતી, હિંસા વગેરે અશુભ અનુષ્ઠાન કરનારા સર્વે જો મોક્ષમાં જાય. તો એક પણ જીવ એવો જોવા નહીં મળે કે જે હિંસા કરતો હોય. એવો પણ કોઈ જીવ જોવા નહીં મળે કે જે હિંસાનું ફળ અનુભવતો હોય. કારણ કે એવા જીવો તો ક્યારના ય મોક્ષે જતા રહ્યા હશે. માટે એવા જ જીવો દેખાશે, કે જેઓ માત્ર શુભ ક્રિયાનું અનુષ્ઠાન કરતાં હોય, અને તેવી ક્રિયાનું શુભ ફળ અનુભવતા હોય. પણ આવું તો દેખાતું નથી. માટે બધી જ ક્રિયાઓ વિચિત્ર હોવાથી તે ક્રિયાઓથી ભિન્ન એવું વિચિત્રસ્વભાવવાળું ‘કર્મ’ રૂપી ફળ હોય છે, એમ માનવું જોઈએ.
(૪) હવે કર્મસિદ્ધિ માટે ચતુર્થ અનુમાન કરાય છે – પ્રતિજ્ઞા :આત્મા સ્વ અને પરરૂપી પ્રમેયનો જ પ્રકાશક છે, એવો આત્મા અધમ એવા ગર્ભસ્થાનમાં શરીર ધારણ કરવું વગેરે વિષયોમાં વિશિષ્ટ રસ ધરાવે તેમાં આત્મા અને તે શરીર કરતાં કોઈ અન્ય કારણ
હેતુભૂત છે.
હેતુ :- કારણ કે તે એક વિશિષ્ટ રસ છે.
દૃષ્ટાન્ત :- જેમ કે જુગુપ્સા ઉપજે એવા (રોગી કે વૃદ્ધ) પરપુરુષ પર સુંદર એવી કુલવધૂને શરીર વગેરેના ઉપભોગથી થતા વિશિષ્ટ રસની જેમ.
આશય એ છે કે પરપુરુષ જુગુપ્સનીય હોય, સ્ત્રી અત્યંત સુંદર હોય, છતાં પણ સ્ત્રીને તેની સાથે વિષયભોગ કરવામાં આનંદ આવતો હોય, રસ પડતો હોય, તો તેમાં કોઈક રહસ્ય હોવું જોઈએ.
ધર્મસિદ્ધિઃ
कमनीयकुलकामिन्याः तन्वाद्युपभोगजनितविशिष्टाभिरतिवत् । तथा विग्रहवतां मोहोदयो विग्रहादिव्यतिरिक्तसंसर्गपूर्वको मोहोदयत्वात्, मद्यपमोहोदयवत् । एवं संसारिज्ञानमशेषार्थं स्वविषये सावरणं भवति, तत्राप्रवृत्तिमत्त्वात्, यत् ज्ञानं स्वविषयेऽप्रवृत्तिमत् तत्सावरणम् । यथा कामलिनः शङ्खविज्ञानमित्याद्यनेके प्रयोगा अदृष्टसिद्धौ स्वयमेवोह्याः । જેમ કે તે પુરુષ અતિ ધનવાન કે વિશિષ્ટ સત્તાઘીશ હોય ઇત્યાદિ. માટે સુંદર કુલવધૂ જુગુપ્સનીય પરપુરુષમાં રસ લે, તેમાં તે સ્ત્રીપુરુષ કરતા ભિન્ન વસ્તુ = ધન, સત્તા વગેરે કારણ છે.
તે જ રીતે સ્વ-પર પ્રકાશક = જ્ઞાની એવો આત્મા પણ અધમ સ્થાને જન્મ લેવો વગેરે ક્રિયામાં રસ લે તેનું કોઈ ભિન્ન કારણ હોવું
જોઈએ. એ કારણ તે જ કર્મ.
१८
(૫) પ્રતિજ્ઞા :- જીવોને મોહોદય શરીરાદિથી ભિન્ન કારણપૂર્વક છે. હેતુ :- કારણ કે તે મોહોદય છે.
દૃષ્ટાન્ત :- મદિરાપાન કરનારના મોહોદયની જેમ.
મદિરાપાનથી મોહોદય થાય છે, તેમાં તે વ્યક્તિથી ભિન્ન એવી મદિરા કારણભૂત હોય છે. તેમ જીવને થતા મોહોદયમાં પણ કોઈ ભિન્ન કારણ હોવું જોઈએ. તે કારણ એ જ કર્મ.
(૬) પ્રતિજ્ઞા :- સર્વ વિષયક સંસારી જીવનું જ્ઞાન પોતાના વિષયમાં સાવરણ છે.
હેતુ :- કારણ કે તે એમાં પ્રવૃત્તિ કરતું નથી.
વ્યાપ્તિ :- જે જ્ઞાન સ્વવિષયમાં પ્રવૃત્તિ ન કરે, તે સાવરણ છે. દૃષ્ટાન્ત :- જેમ કે જેને કમળો થયો છે, તેનું શંખવિજ્ઞાન. જેને કમળાનો રોગ થયો છે, તેને શંખપીળો છે, એવું જ્ઞાન થાય છે. આમ તેનું જ્ઞાન શ્વેતવર્ણરૂપ સ્વવિષયમાં પ્રવૃત્તિ કરતું નથી, તેથી એ જ્ઞાન સાવરણ છે. તે જ રીતે સંસારી જીવનું કોઈ પણ જ્ઞાન સ્વવિષયનું પૂર્ણજ્ઞાન કરી શકતું નથી. તેથી તે એમાં પ્રવૃત્તિ