Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 25
________________ -~ ર્મસિદ્ધિ: - स्वस्मादभेदेऽपि 'इदानी क्षण' इति प्रतीतिबलात् कालिकाधाराधेयभावस्यावश्यकत्वेन तत्क्षणवृत्तित्वं नासिद्धम्। एतेन क्षणिकत्वमपि नानुपपन्नम्, तत्तत्क्षणतन्नाशानां तत्तत्पूर्वक्षणजन्यत्वात्, तथा च क्षणक्षयिणा क्षणेनैव कार्योत्पत्ती किमतिरिक्तहेतुकल्पनयेति। न चैकस्मिन्नेव क्षणे कपाले घटादिकं तन्तौ पटादिकं कार्यमिति देशनियमार्थमतिरिक्तહોવાથી કાળ હેતુ છે. તે ક્ષણ પોતાનાથી અભિન્ન હોવા છતાં પણ અત્યારે ક્ષણ છે’ આવી પ્રતીતિના કારણે એક જ પદાર્થમાં પણ કાલિક આઘારાધેયભાવ માનવો આવશ્યક છે. આશય એ છે કે કાળ પૂર્વની ક્ષણમાં વૃત્તિ ધરાવે છે, એવું કેમ કહી શકાય ? કારણ કે ક્ષણ પણ એક જાતનો કાળ જ છે. પોતાનામાં જ પોતાની વૃત્તિ સંગત થતી નથી. આમ છતાં પણ અત્યારે (આ કાળમાં) ક્ષણ છે (વૃત્તિ ધરાવે છે) આવી પ્રતીતિ તો થાય છે. એ પ્રતીતિના બળે જ કાળ અને ક્ષણ વચ્ચે કાલિક આધારઆઘેયભાવ અવશ્ય માનવો જોઈએ. આ રીતે કાળ તે ક્ષણમાં વૃત્તિ ધરાવે છે એ અસિદ્ધ નથી. આના દ્વારા જ ક્ષણિકપણું પણ સંગત થઈ જાય છે. કારણ કે તે તે ક્ષણ અને તેના નાશો તે તે પૂર્વેક્ષણથી ઉત્પન્ન થાય છે. આ રીતે ક્ષણમાં વિનાશ પામતા ક્ષણથી જ કાર્યની ઉત્પત્તિ ઘટી શકે છે, તો અતિરિક્ત હેતુની કલ્પના કરવાનું શું કામ છે ? પૂર્વપક્ષ :- એક જ ક્ષણમાં કપાલમાં ઘટાદિ કાર્ય ઉત્પન્ન થાય છે અને તંતુમાં પટાદિ કાર્ય ઉત્પન્ન થાય છે. જો આ કાર્યો પ્રત્યે ક્ષણ જ કારણ હોય તો કપાલમાં પટની ઉત્પત્તિ પણ થવી જોઈએ. પણ આવું તો થતું નથી. માટે ઘટ કપાલમાં જ થાય, પટ તંતુમાં જ થાય આવો જે દેશ નિયમ છે, તેની સંગતિ કરવા માટે ક્ષણ સિવાય કોઈ અતિરિક્ત હેતુ માનવો જ પડશે. દેશનિયમની આવશ્યકતાથી જ તેવા અતિરિક્ત હેતુની સિદ્ધિ થઈ જાય છે. २८ - મસિદ્ધઃहेतुसिद्धिरिति वाच्यम्, क्वाचित्कस्य नित्य इवानित्येऽपि स्वभावतः सम्भवात् कादाचित्कस्यैव हेतुनियम्यत्वेन तदापत्त्यभावात्, अथ क्षणस्येवान्येषामपि नियतपूर्ववर्तित्वेन कथं हेतुत्वप्रतिक्षेपः क्रियत इति चेत् ? न, अवश्यक्लृप्तनियतपूर्ववर्तिनः एव कार्यसम्भवे तद्व्यतिरिक्तानामनन्तनियतपूर्ववर्तिनामन्यथासिद्धत्वकल्पनेन लाघवादित्याहुः । तस्मात् विश्वविचित्रता निखिलापि कालकृतेति ध्येयम् । ઉત્તરપક્ષ :- ના, કારણ કે ઘટતુ જેવો નિત્યપદાર્થ ક્યાંક જ હોય છે. એવો દેશનિયમ જેમ સ્વભાવથી જ ઘટી શકે છે, તે જ રીતે અનિત્ય વસ્તુઓમાં પણ દેશનિયમ સ્વભાવથી જ ઘટી જશે. વસ્તુ નિયત કાળમાં ઉત્પન્ન થાય તેના માટે જ હેતુની આવશ્યકતા છે. નિયત દેશમાં ઉત્પન્ન થવા માટે અન્ય કોઈ નિયામક હેતુની જરૂર નથી. માટે અતિરિક્ત હેતુ માનવાની આપત્તિ નથી. પૂર્વપક્ષ :- ક્ષણને તમે એટલા માટે હેતુ ગણો છો કે તે કાર્યની ઉત્પત્તિની પૂર્વે અવશ્ય હોય જ છે. પણ એવું નિયતપૂર્વવર્તિપણું તો બીજામાં પણ હોય છે. જેમ કે ઘડાની ઉત્પત્તિની પૂર્વે દંડ વગેરે અવશ્ય હાજર હોય છે. તો પછી તેમની હેતુતાનો પ્રતિક્ષેપ કેમ કરો છો ? તેમને હેતુ તરીકે સ્વીકારતા કેમ નથી ? ઉત્તરપક્ષ :- જે કાર્યોત્પત્તિમાં અવશ્ય સમર્થ છે અને નિયતપૂર્વવર્તી છે, તેનાથી જ કાર્યની ઉત્પત્તિ થઈ જાય છે. તો તેની સિવાયના નિયતપૂર્વવર્તીઓને હેતુ માનવા ઉચિત નથી. કારણકે કાર્યોત્પત્તિની પૂર્વે તો અનંત પદાર્થો રહેલા છે. તે બધાને કાર્યના હેતુ માનવામાં તો ગૌરવ છે. તે બધાને અન્યથાસિદ્ધ તરીકે કલ્પી લઈએ અને માત્ર ક્ષણને જ હેતુ માનીએ એ ઉચિત છે. આ રીતે નવ્ય કાળવાદીઓ કહે છે. માટે વિશ્વની સર્વ વિચિત્રતાઓ કાળથી કરાયેલી १. आकाश एवाकाशत्वमिति नित्यदेशनियमे स्वभावस्यैव शरणत्वात्અધ્યાત્મમંત પરીક્ષા ૪૪||

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90