Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ - कर्मसिद्धिः नमः स्याद्वादवादिने । परमगुरु श्रीमद्विजयदानसूरीश्वरेभ्यो नमः । आचार्य्यवर्य्य - श्रीमद्विजयदानसूरीश्वरान्तिषत्अनुयोगाचार्यश्रीमत्प्रेमविजयगणिगुम्फिता कर्मसिद्धिः प्रणम्य श्रीमहावीरं विश्वतत्त्वोपदर्शकम् । विश्ववैचित्र्यनिर्वाहा, कर्मसिद्धिः प्रतन्यते । । १ । सुविदितं ह्येतत् शेमुषीशालिशेखराणां विबुधवृन्दवर्याणाम्, यदुत दृष्टमात्ररमणीयशब्दादिपञ्चविषयगिरिशिखरकूटविकटीभूतपथे नानाविधधनधान्यादिसमुपार्जनेहारूपमहामरुत्पूर्णक्रोधाद्युग्रकषायचतुष्कपातालकलशाकुले मानसिकसङ्कल्पविकल्पतरङ्गतरले स्मरौर्वाग्निविह्वलीभूते વિશ્વના તત્ત્વનો ઉપદેશ આપનારા એવા શ્રીમહાવીર પ્રભુને પ્રણામ કરીને, વિશ્વની વિચિત્રતાનો નિર્વાહ કરનારી કર્મસિદ્ધિનો પ્રારંભ કરાય છે. ||૧|| બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ એવા વિદ્વાનોના ઉત્તમ વૃન્દોને આની સારી રીતે જાણ છે કે આ સંસાર સાગર કેવો છે - અહીં માત્ર ઉપલક દૃષ્ટિએ રમણીય લાગે એવા શબ્દ વગેરે પાંચ વિષયો છે. તેઓ પર્વતોના શિખરોના સમૂહ જેવા છે. તેનાથી સંસારસાગરમાં માર્ગો વિકટ થઈ ગયા છે. લવણ સમુદ્રમાં ચાર મહા પાતાલ-કલશો છે. જેમાં વાયુને કારણે દબાણ રહે છે અને પરિણામે સમુદ્રમાં ભરતી-ઓટ આવે છે. સંસારસાગરમાં પણ ક્રોધાદિ ચાર ઉત્કટ કષાયોરૂપી પાતાલકલશો છે. અનેક પ્રકારની ધન-ધાન્ય વગેરેનું ઉપાર્જન કરવાની લાલસારૂપ २ कर्मसिद्धिः घोररोगशोकादिस्वरूपमत्स्यकच्छपाद्यनेकजन्तुजातव्याकुले चराचरेऽस्मिन् संसारनीराकरे केचिदाधिव्याध्युपाधिपरिपीड्यमानाः केचित्तु प्राज्यराज्येश्वर्यस्त्रीविलासाद्यनेकविधाल्पकालिकसुखाभाससमुत्कण्ठितचेतसः, अन्ये तु यमनियमपोतारूढा अपि दुर्मतिमत्सरशाठ्यादिविद्युद्दुर्वातगर्जनैः मिध्यात्वपङ्किलस्खलनाद्युत्पादाद् भ्रान्तचेतसो दरीदृश्यन्ते, तन्निबन्धनं कर्मान्तरेण न किमपि पश्यामः । तदुक्तं वाचकपुङ्गवैः श्रीमद्यशोविजयगणिभिः“વેષાં શ્રમમાત્રા, મખ્યન્તે પર્વતા ઋષિા તૈરહો વર્મવૈષમ્ય, ભૂવૈમિક્ષાઽપિ નાપ્યતે।।।।” (જ્ઞાનસારે ૨૧-૨) મોટા પવનથી એ પાતાળકળશો ભરેલા છે. એ સંસારસાગર માનસિક સંકલ્પ-વિકલ્પોરૂપી તરંગોથી ચંચળ છે, કામરૂપી વડવાનળથી વિહ્વળ છે અને ઘોર રોગ, શોક વગેરેસ્વરૂપ માછલા, કારાબા વગેરે અનેક જીવોના સમૂહથી વ્યાકુળ છે. એવા સ્થાવર-જંગમરૂપ સંસારસાગરમાં કેટલાક જીવો આધિ-વ્યાધિ-ઉપાધિથી અત્યંત પીડાય છે, કેટલાક વિશાળ રાજ્ય-ઐશ્વર્ય-સ્ત્રીવિલાસ વગેરે અનેક પ્રકારના અલ્પકાલીન સુખાભાસ માટે ઉત્સુક ચિત્તવાળા છે, કેટલાક યમ-નિયમરૂપ નૌકામાં આરુઢ થયા હોવા છતાં પણ દુર્બુદ્ધિ, મત્સર, શઠતા વગેરેરૂપી વીજળી, પ્રતિકૂળપવન અને ભયાનક અવાજોથી તથા મિથ્યાત્વરૂપી કાદવથી સ્ખલના વગેરે થવાથી ભ્રાન્ત ચિત્તવાળા દેખાય છે. તેનું કારણ કર્મ સિવાય બીજુ કાંઈ જ લાગતું નથી. વાચકવરશ્રી યશોવિજયજી ગણિવર્યે તે જ કહ્યું છે – જેમના ભવાં ચડતા જ પર્વતો પણ ભાંગી જાય તેવા રાજાઓ પણ કર્મ વિષમ બને એટલે ભિક્ષા પણ પામી શકતા નથી.' (જ્ઞાનસાર ૨૧-૨)

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90