________________
कानजी स्वामि-अभिनन्दन ग्रंथ
જઈને દિનરાત સતત પ્રયત્ન કરીને આ કાય વખતસર પૂરું' કરાવી આપ્યું છે તથા સુશાલન વડે મા મંથનું પાનેપાનુ' શાભાવવા માટે પ્રયત્ન કરીને ભારતના સાહિત્યમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે એવા સુંદર આ ગ્રંથ તૈયાર કર્યો છે. તે બદલ તે સૌને ધન્યવાદ ઘટે છે.
એ દેખીને અમને ખૂબ આનંદ થાય છે કે આ અભિનદન ગ્રંથમાં ભારતભરના જિજ્ઞાસુઓએ અસાધારણુ સહકાર આપીને પૂ. ગુરુદેવશ્રી ઉપર ચારે બાજુએથી અભિનંદનને વરસાદ વરસાવ્યેા છે. ખરેખર ગુરુદેવ ભારતના ખૂણે ખૂણે રહેતા મુમુક્ષુ જીવાના હ્રદયે હૃદયે બિરાજી રહ્યા છે તે આ ગ્રંથ દ્વારા દેખાઈ આવે છે.
દોઢ માસ જેવા અત્યંત અલ્પ સમયમાં ૮૦૦ પાનાં જેવડા આ મહાન ગ્રંથ સુંદર રીતે તૈયાર કરી આપવા બદલ અમદાવાદની સુભાષ પ્રિન્ટરીને તથા તેના સવે' સ્ટાફને ધન્યવાદ ઘટે છે.
મંગલમૂર્તિ ગુરુદેવનું પ્રશંસનીય અને અનુકરણીય જીવન, એમના ઐતિહાસિક મહિમા, સન્માર્ગ દર્શાવીને આપણા ઉપર કરેલા એમના મહાન ઉપકારા, તેમના પુનિત પ્રતાપે સમસ્ત જૈનશાસનમાં આવેલી મહાન જાગૃતિ અને ક્રાંતિ, એમના સુહસ્તે થયેલાં જિનેન્દ્ર-પ્રતિષ્ઠા, તીર્થયાત્રા વગેરે ધ પ્રભાવનાનાં અજોડ કાર્યો, એમના અંતરગ જીવનની આધ્યાત્મિક સાધના–એ બધાંયનું આ ગ્રંથમાં તે માત્ર સક્ષિપ્ત દિગ્દર્શન જ થઈ શકે, છતાં એ દ્વારા પણ એમના અપાર મહિમાભરપૂર અભિનંદનીય જીવનની ઝાંખી થાય છે. પૂ શ્રી ગુરુદેવને અભિનંદીને આપણે પણ એમના જીવનઆદતે અપનાવીએ અને ગુરુશરણમાં આત્મહિત સાધીને સદાય એમની સાથે જ રહીએ-એ જ મંગલભાવના.
વીર સ’. ૨૪૯૦ ચૈત્ર સુદ ૧૩ મુંબઈ
મણિલાલ જેઠાલાલ શેઠ
પ્રમુખ, શ્રી દિ. જૈન મુમુક્ષુ મ`ડળ, મુંબઈ'તગત અભિનન સમિતિ