Book Title: Kalpantarvcahya Author(s): Pradyumnasuri Publisher: Sharadaben Chimanbhai Educational Research Centre View full book textPage 7
________________ [ ૬ ] પ્રશ્ન થાય અને થવો સ્વાભાવિક છે પણ આવા ગ્રંથો અધ્યયનની દૃષ્ટિએ મહત્વના હોય છે. અર્થ પરંપરાના મૂળ શોધવા માટે પણ આ ઉપયોગી બનતા હોય છે. વળી શ્રમણો કેવા સ્વાધ્યાય પરાયણ રહેતા હતા અને શ્રુતની ઉપાસનામાં સતત રક્ત રહેતા હતા તેનો પણ આજના શ્રમણવૃંદને અંદાજ આવે. આવા ઘણાં પ્રયોજનોને સામે રાખીને આવા પ્રયાસ થતા હોય છે. શક્ય પ્રયત્ને શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે કેટલાંક સ્થાનોના પાઠ નિર્ણય માટે મારા પૂજ્યપાદ ગુરુ મહારાજશ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાથે પણ પરામર્શ કર્યો છે અને તેઓના ક્ષયોપશમનો પણ લાભ મળ્યો છે. બીજા પ્રત્યત્તર નહીં મળવાના કારણે કેટલાંક સ્થાનો એમને એમ જ રાખવા પડ્યા છે. વિદ્વાનોને હજી આમાં ઘણું કરવા જેવું લાગશે પણ એ દૃષ્ટિએ આ ગ્રંથમાં વિશેષ ઊંડાણમાં જઈ શ્રમ નથી કર્યો. મૂળને જે મળે છે તેને પ્રકાશિત કરવાનો આશય રાખ્યો છે. પરિશિષ્ટમાં આ કલ્પસૂત્રની જે પ્રાચીન ચૂર્ણિ મળે છે તે તથા વિષય શબ્દોના અર્થ-ટિપ્પણ પણ આવ્યા છે. આગમ પ્રભાકર પૂજ્ય મુનિ મહારાજશ્રી પુણ્યવિજયજી મહારાજ દ્વારા સંપાદિત ગ્રંથમાંથી એ બન્ને અહીં ઉદ્ધૃત કર્યા છે તેની સાભાર નોંધ લઉં છું. આના પ્રકાશનની જવાબદારી શ્રી શારદાબહેન ચીમનલાલ રિસર્ચ સેન્ટરે (અમદાવાદ) સ્વીકારીને પ્રશસ્ય શ્રુતભક્તિ કરી છે. અને અન્તે આવા શ્રુતભક્તિના કામથી લઈ જ્ઞાનદર્શનચારિત્રના તમામ યોગોમાં મારા પરમ ઉપકા૨ી સૌમ્યમૂર્તિ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ તથા પરમ ઉપકા૨ી વ્યાકરણાચાર્ય મારા ગુરુ મહારાજ આચાર્યશ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજનું પાવન સુખદાયી સાંનિધ્ય અને હૂંફાળી કૃપા દૃષ્ટિનો સાતાદાયી અનુભવ સતત થતો રહ્યો છે તેવું પણ કૃતજ્ઞતાભાવે સોલ્લાસ સ્મરણ કરીને ધન્યતાનો અનુભવ કરું છું. આ ગ્રન્થની હસ્તપ્રત પરથી કોપી-લિયન્તરનું કાર્ય પં. રમેશભાઈ હરિયાએ કરી આપ્યું છે તથા તેની સાથે મૂળ પ્રતને મેળવવાનું કામ અમારા શિષ્ય મુનિરાજશ્રી રાજહંસવિજયજીએ ખંતથી કર્યું છે. બધા કાર્યોમાં સતત સહાય મળી છે. તથા પ્રૂફ વાંચવાનું કામ પ્રો. પી. સી. શાહે (રાજકોટ) કરી આપ્યું છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 132