Book Title: Kalpantarvcahya
Author(s): Pradyumnasuri
Publisher: Sharadaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 5
________________ * સંપાદકીય નિવેદન પરમ પવિત્ર શ્રી કલ્પસૂત્ર આપણે ત્યાં પ્રત્યેક વર્ષે પર્યુષણા મહાપર્વમાં અવશ્ય વાંચવામાં, સંભળાવવામાં આવે છે. આ શ્રી કલ્પસૂત્ર ઉપર પ્રાચીન ચૂર્ણિ મળે છે તે ચૂર્ણિગ્રંથમાં આવતા શબ્દોના અર્થ-પર્યાય પણ મળે છે. વ્યક્તિગત ધોરણે શ્રીક્લ્પસૂત્રનું વાંચન કરવાનું હોઈ તેના અર્થને સમજવા માટે જરૂર પુરતું અર્થ સ્પષ્ટીકરણ સ્વરૂપ જે લખાણ હોય છે તે અન્તર્વાચ્ય કહેવામાં આવે છે. આવા અન્તર્વાસ્થ્ય હસ્તલિખિત ગ્રંથ ભંડારમાં ઘણી મોટી સંખ્યામાં મળે છે. આવા અન્તર્વોચ્ય સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્ય મિશ્ર સ્વરૂપે મળે છે. તેમાં આ વિ. સં. ૧૬૫૭માં પંડિત શ્રી નગર્ષિગણી રચિત પાનાવદ્ય નવીન જ ભાત પાડે છે. આ ગ્રંથમાં પણ શ્રીકલ્પસૂત્રના તે તે પ્રતિકોના સ્પષ્ટીકરણરૂપ અર્થ વિસ્તાર જ આપ્યા છે. પણ તે બધું જ પદ્યમાં છે વળી પ્રાકૃત ભાષામાં છે. શ્રી નગર્ષિગણી જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરીશ્વરજી મહારાજાની પરંપરામાં થયા છે. જગદ્ગુરુના પટ્ટધર શિષ્ય આચાર્યશ્રી વિજયસેનસૂરીશ્વરજીના શિષ્ય છે. તેમને રચેલી બીજી બે વૃત્તિ મળે છે તેમાં એક પયન્ના ગ્રંથની છે. પાટણ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી જ્ઞાનમંદિરની બે હસ્તપ્રત ઉપરથી આ ગ્રંથનું સંપાદન કર્યું છે ને હસ્તપ્રતને જોતાં એવું લાગે કે બન્ને પ્રત કર્તાના પોતાના હાથે લખેલી છે. પણ જ્યારે સંપાદનની દૃષ્ટિએ તેમાંથી પસાર થવાનું થયું ત્યારે ખ્યાલ આવ્યો કે આ લહીયાના હાથની લખેલી પોથી છે. કારણકે બન્ને કોપી ઝેરોક્ષ જેવી જ લાગે છે. વળી અમુક અશુદ્ધિઓ એવી જોવા મળી કે કર્તાના હાથે આવી ક્ષતિ ન થાય. હા, એવું એવું બન્યું હોવું જોઈએ કે કર્તાના હાથે લખેલી પોથીની નકલ હોય એટલે પોથીમાં અંતે ર્તાએ જે લખ્યું હોય તે પણ આમાં લખાયું હોય, પણ તેમ કરતાં બીજી ભૂલો થઈ ગઈ હોય. જેમકે એક પ્રતમાં. એક ગાથા અધૂરી મળે છે તો બીજી પોથીમાં એ ગાથા એજ રીતે અને એ નંબરના પાનામાં એટલામી જ લીટીમાં જ મળે છે. આની બીજી પોથી અન્યાન્ય જ્ઞાનભંડારમાંથી મળી શકી નથી. ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી રચિત સુબોધિકાવૃત્તિ જે પ્રત્યેક વર્ષે વંચાય છે તેના

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 132