Book Title: Kalpantarvcahya Author(s): Pradyumnasuri Publisher: Sharadaben Chimanbhai Educational Research Centre View full book textPage 6
________________ [ ક ] છઠ્ઠા વ્યાખ્યાનમાં, પ્રભુ મહાવીરસ્વામીજી ચંદનબાળાને આંગણે પધારે છે ત્યારે શ્રી ચંદનાની આંખમાં આસું નથી તેવું વર્ણન આવે છે અને આંસુ ન હોવાના કારણે શ્રમણ મહાવીરનો અભિગ્રહ પૂરો ન થયો તેથી તેઓ ત્યાંથી પાછા ફરે છે અને વળી શ્રમણ મહાવીર પાછા ફરવાના કારણે ચંદનાને દુઃખ થાય છે તેથી આંસુ આવે છે અને તે કારણે પ્રભુ મહાવીર પુનઃ પધારે છે અને અડદના બાકળા હોરે છે. આ પ્રકારના અધિકારને જોયા પછી જ્યારે આવશ્યચૂર્ણિ, નવપદ પ્રકરણ બૃહદવૃત્તિ, મહાવીરચરિયું, ત્રિષષ્ટી, દશમું પર્વ વગેરે ગ્રંથોમાં આ અધિકારમાં શ્રમણ મહાવીર જ્યારે પધારે છે ત્યારે જ ચંદનાની આંખમાં આંસુ હતા. એવા અક્ષર મળ્યા અને એજ સંગત લાગ્યા. ત્યારે એવી જિજ્ઞાસા થઈ કે મહાવીરસ્વામીજીના આવા પ્રાચીન ચરિત્રોથી જુદો પાઠ સુબોધિકામાં કયાંથી આવ્યો? પણ જ્યારે પંડિત નગર્ષિકૃત આ કલ્પાન્તર્વાચ્ય જોયું તો તેમાં પણ ચંદનાનો પ્રસંગ સુબોધિકામાં વર્ણવ્યો છે તેવો જ મળ્યો. આ કલ્પાન્તર્વાથ્યની રચના સુબોધિકાની રચનાની પૂર્વવર્તિ છે. તેથી ખ્યાલ આવ્યો કે સુબોધિકાકારની સામે આ સ્ત્રોત છે. છતાં હજી આ શોધ અધૂરી છે. શ્રી નગર્ષિ મહારાજની સામે વળી એવું કોઈ ચરિત્ર હોવું જોઈએ કે જેમાં આવું વર્ણન હોય. અસ્તુ આ ગ્રંથમાં પણ જ્યાં એ ચંદનાનો પ્રસંગ આવ્યો છે ત્યાં ટિપ્પણમાં આ વાત મુકી જ છે. શ્રમણ મહાવીરના સમગ્ર જીવનને જોતાં અને આવશ્યક ચૂર્ણિ જેવા ગ્રંથોને ધ્યાનમાં લેતા કલ્પાન્તર્વાચ્યનો કે સુબોધિકાનો પાઠ ગળે નથી ઉતરતો અને પ્રભુના જીવનમાં અભિગ્રહ પૂર્ણ ન થાય તેથી આવું આવીને પાછા જવું સંભવિત નથી અને ભોંયરામાં પૂરાયેલા ભૂખ્યા-તરસ્યા, ચંદનાને હાથે બેડી, માથે મુંડનવાળી સ્થિતિમાં એક સ્ત્રીને આંખે આંસુ ન આવે તે પણ સંભવિત નથી. તેથી મારું તો દઢપણે માનવું છે કે તમામ મુનિ મહારાજો એ છઠ્ઠી વ્યાખ્યાનમાં એ પ્રસંગે પ્રભુ પધારે છે ત્યારે ચંદનાના આંખમાં આવ્યું છે તેવું જ પ્રતિપાદન કરવું જોઈએ. આવી રીતના ગ્રંથોનું પણ એક જ જુદુ મૂલ્ય હોય છે. ઘણાંને પ્રશ્ન થાય છે કે સંપાદન આવા પ્રકાશનનું ફળ શું? વ્યાખ્યાનમાં તો કોઈ વાંચવાનું નથી. આવી પ્રાકૃત, ભાષાબદ્ધ પદ્યમય મિતાક્ષરીવૃત્તિ કોણ વાંચે. જ્યારે અત્યારે જે સુબોધિકાવૃત્તિ વંચાય છે તેને પણ સંક્ષિપ્ત કરવાનું વલણ પ્રકટ થતું રહે છે ત્યાં આની ઉપયોગિતા શી? એવોPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 132