________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
O
Grade 2011€CU 2016
પુરુષ વિશ્વાસે વચનવિશ્વાસ પ્રસ્તુત ગ્રંથ અમર ગ્રંથ છે. આ ગ્રંથના કર્તા આચાર્યદેવ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ છે. તેઓને સ્વર્ગવાસ પામે એક અર્ધશતાબ્દી જેટલે કાળ વ્યતીત થયે છે, પણ તેઓ પિતાના અક્ષરદેહે ને યશ શરીરે જૈન સમાજના તેમ જ ઇતર સમાજના હૃદયમાં બિરાજમાન છે. તેઓ સ્વર્ગમાં રહીને પણ ભવ્ય જીવોના પ્રેરકસમા છે. (તેઓશ્રીની પ્રેરણું ન હિત તે આ પુસ્તક પ્રગટ કરવાનું ભલભલાનું ગજું નહોતું. એમના જ પ્રેરણાબળથી આ પુસ્તક પ્રકાશ પામી શક્યું છે.)
સ્વર્ગસ્થ સૂરીશ્વરે જેને સમાજ અને ઈતર સમાજે પર જે -ઉપકાર કર્યા છે, તે અવિસ્મરણીય છે.
મતિજ્ઞાનની નિર્દોષતા અને સ્વચ્છતા ઉપર જ દિવ્ય જ્ઞાનનું તેજ અને ગની સિદ્ધિઓ હસ્તગત થાય છે, અને પછી જ શ્રુતજ્ઞાન જાણે દેહધારી થઈને તે યોગીનાં ચરણ પખાળે છે. તે સમયે તે મહાપુરુષોનાં આન્તરચક્ષુ ખૂલી જાય છે, અને જીવન, કરુણાની મૂર્તિસમું બને છે. અન્યથા પ્રસ્તુત ગ્રંથના લેખકમાં - આટલી બધી અનુભવજ્ઞાનની વિશાળતા ક્યાંથી હાય ! આવા તાવિક, સાત્વિક ને આત્મિક હિતબુદ્ધિવાળા લેખનકાર્યમાં મન, વચન અને કાયાની એકાગ્રતા ને પવિત્રતા જ મુખ્ય કારણ હોય છે.
પ્રસ્તુત આચાર્ય ભગવંતના કેવળ ૨૪ વર્ષના જ ટૂંકા દીક્ષાપર્યાયમાં ૧૨૫ જેટલા ગ્રન્થ પ્રસાદીરૂપે જૈન સમાજને સાંપડ્યા
For Private And Personal Use Only