________________
દર્શનવિધિ અને રહસ્ય : દશન કેનું અને શા માટે?
પ્રાતઃકાળમાં દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માનું પવિત્રદર્શન કરે! તે પરમતારકનું દર્શન જ પરમ કલ્યાણકારી અને મહામંગલકારી છે. પરમાત્માનું દર્શન પાપને નાશ કરે છે, પાપના નાશ માટે દર્શન કરે! દર્શન સ્વર્ગનું સંપાન છે, સ્વર્ગપ્રાપ્તિનું કારણ છે. જ્યાં સુધી આત્મા દર્શનના સર્વશ્રેષ્ઠ ફળરૂપે આત્માની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત નથી કરતે ત્યાં સુધી દર્શનથી શુભકર્મ બંધાય છે, એથી દેવગતિ મળે છે. વીતરાગ પરમાત્માનાં દર્શનનું મહાન શ્રેષ્ઠ અંતિમ ફળ મેક્ષ છે–આ બધા સુંદર લાલે પ્રાપ્ત કરવા સમજીને ખૂબ સારી રીતે દર્શન કરે! પ્રભુ મૂર્તિના માધ્યમથી પ્રભુના સાધનામય ભવ્યજીવનમાં ઊંડા ઉતરે ! પ્રભુના અનંત અદ્દભુત ગુણેમાં લયલીન બનો!
મહાપુરુષોના દર્શન, ઉપદેશશ્રવણ, સમાગમ (સત્સંગ) વગેરેથી આપણામાં રહેલા દેષોનું, દુર્ગનું, અપૂર્ણતાનું અને ખામીઓનું દર્શન થાય છે. તેમ મહાપુરુષોના મહાન ગુણે, ઉત્તમતાઓ અને ખૂબીઓનું પણ દર્શન થાય છે, તેઓએ આપણું પર કરેલા અનંત ઉપકારનું સ્મરણ થાય છે. તેઓ પ્રત્યે ભકિત જાગે છે. આપણા દુર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org