________________
દેવેને જોઈ જામ અવસ્થા આ પ્રમાણે ભાવવી-હે પ્રભુ! આપના જન્મ સમયે છપન દિકકુમારિકાઓએ આપનું સુતિકર્મ કર્યું૬૪ ઈન્દ્રોએ મેરગિરિ ઉપર જન્માભિષેક મહત્સવ ઉજ, છતાં આપે લેશમાત્ર અભિમાન કર્યું નથી. પ્રભુની રાજ્ય અવસ્થા આ રીતે ભાવવી–હે નાથ ! આપે પરિકરમાં પુષ્પમાળા ધારણ કરીને ઊભેલા દેને જોઈને નિરાગપણે રાજ્યપદ સ્વીકાર્યુંમોટી રાયસંપત્તિ હેવા છતાં રાગદ્વેષથી લેપાયા વિના અનાસકત ગીની જેમ ન્યાયથી રાજ્યનું પાલન કર્યું. ધન્ય છે આપના મહાવૈરાગ્યને ! પ્રભુનું દાઢીમૂછ વગરનું લેચ થયેલું મુખારવિંદ જોઈ શમણુસાધુ અવસ્થા આ રીતે ભાવવી–હે દેવ! આપને રાજ્ય રિદ્ધિ અને અફાટ વૈભવ મળવા છતાં આપે સંસારને તણખલાની જેમ છોડી દીધું. સાધુજીવનમાં નિયાણા રહિત કઠોર તપ, ત્યાગ કર્યા, ઘોર પરિષહ અને ઉપસર્ગ વેઠયા. અપ્રમત્તપણે ચારિત્ર ધર્મની સાધનાથી ઘાતકર્મના ભુક્કા બેલાવ્યા. શત્રુમિત્રમાં સમાન બુદ્ધિવાળા સુવર્ણ—પાષાણમાં સમદષ્ટિવાળા, તેમજ ચાર જ્ઞાનવાળા હે પ્રભુ, ધન્ય છે આપની સંયમ સાધનાને !
(ર) પદસ્થ અવસ્થા કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થંકરપદ પામ્યા તે પદસ્થ અવસ્થા પરિકરમાં રહેલા આઠ મહાપ્રાતિહાર્યનાં સૂચક ચિન્હા જેઈ આ રીતે ભાવવી–હે પરમાત્મન ! આપ ૩૪ અતિશયધારી અરિહંતતીર્થકર બન્યા, ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org