________________
૫૩ સેવા માટે ઉત્કંઠિત રહેતા હતા. મને પણ એ ચામરપૂજાને લાભ મળવાથી હું મારા આત્માને ધન્ય માનું છું. ચામર પૂજા કરતાં બેલવાને કહે :
બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે, જઈ મેરૂ ધરી ઉત્સગે, ઈન્દ્ર ચેસઠ મલિયા રંગે, પ્રભુ પાસનું મુખડું જેવા, ભવભવનાં પાતિક બેવા.
ત્યાર પછી હાથમાં દર્પણ લઈને એમાં પ્રભુજીના પ્રતિબિંબનું દર્શન કરવું. એ ભાવનાથી કે દર્પણની જેમ મારું અંતઃકરણ આપના ગુણગાનથી અને ભક્તિભાવથી રાગાદિ સંસ્કારની મલિનતાથી રહિત થઈને વિશુદ્ધ બની જાય અને એમાં આપનું પ્રતિબિંબ પડવાથી મારી આત્મશક્તિઓને વિકાસ થાય અને મારે ઉધાર થાય!
તે પછી અક્ષતપૂજા નૈવેદ્યપૂજા તથા ફૂલપા પાટલા, ઉપર કરવી જોઈએ. અક્ષત પૂજા :
અક્ષત પૂજા કરતી વખતે એવી ભાવના ભાવવી જોઈએ કે “હે પ્રભુ ! ચાર ગતિઓના (દેવલેક, નરક. મનુષ્ય અને તિર્યંચ) મારા ભવ ભ્રમણને દૂર કરી મને એક એવું અક્ષત અખંડપદ પ્રાપ્ત થાઓ કે જેથી ફરી ફરી આ જન્મ–જરા-મૃત્યુવાળા સંસારમાં રઝળવું ન પડે. “નમેડીંત સિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુજ્ય' બેલી અક્ષત પૂજાને દુહો તથા મંત્ર બેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org