________________
ચામર અને દર્પણની વિધિ અહીં પણ કરી શકાય. અહીં સુધી દ્રવ્યપૂજા થઈ
ચિત્યવંદન દ્વારા ભાવપૂજા થાય છે. કેટલાક લેકે પૂજાને અર્થ ફક્ત દ્રવ્યપૂજા સમજીને ચિત્યવંદન કર્યા વગર જ દેરાસરમાંથી ચાલ્યા જાય છે. ખરેખર તે અષ્ટ પ્રકારી દ્રવ્યપૂજા એ ભાવપૂજાની પૂર્વ તયારી રૂપ છે. ચૈત્યવંદનમાં પ્રભુના ગુણની સ્તવને દ્વારા એમાં તલ્લીન બનવાથી આત્માની શુદ્ધિ થાય છે અને રાગ વગેરે સંસ્કારો દૂર થઈ જાય છે. એટલા માટે ચૈત્યવંદનની ઉપેક્ષા કરવી તે યોગ્ય નથી. બીજી વાત એ છે કે દ્રવ્યપૂજા સગવશ ઓછી વસ્તી થાય તે ચાલે, પરંતુ ભાવપૂજા તે વિવેકી આત્માઓએ સુંદર રીતે કરવી જ જોઈએ. . ચૈત્યવંદન પછી આત્મનિંદા-ગોં, પાપનું પ્રાયશ્ચિત્ત પ્રભુના ગુણગાન કે વિનંતિના ભાવવાળું નાનકડું સ્તવન, છંદ કે સ્તુતિ બેલવાં.
પછી સમય પ્રમાણે નવકાર મહામંત્રને ૧૦૮ વાર જાપ કર.
- દેરાસરમાંથી બહાર નીકળતી વખતે ઘંટને મંગલ ઇવનિ કરો.
અહીં સંક્ષેપમાં આ વિધિ બતાવવામાં આવી છે.
ધર્મસંગ્રહ”, “શ્રાદ્ધવિધિ', વગેરેમાં તે વિસ્તારથી દર્શાવવામાં આવી છે. જિજ્ઞાસુઓએ વિસ્તાર જાણવા માટે તે તે ગ્રંથો વાંચવા, ગીતાર્થ ગુરુ મહારાજના મુખેથી સાંભળવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org