________________
૩૪
કરતી વખતે મેં પૂર્વ દિશા તરફ રાખવું જોઈએ. પાણી પણ જરૂરિયાત જેટલું જ લેવું જોઈએ. સ્નાનનું પાણી સુકાઈ જવું જોઈએ. ગટરમાં ન જાય તેટલી કાળજી રાખવી જોઈએ. ખુલ્લા શરીરે, બહાર ગામથી આવીને તરત, જમ્યા પછી તરત, સ્વજનેને વિદાય આપ્યા પછી તરત અને અલંકાર પહેરીને સ્નાન ન કરવું. સ્નાન કર્યા પછી શરીરને બરાબર લૂછીને પૂજાનાં વસ્ત્રો પહેરવાં જોઈએ. શાસ્ત્રોમાં શ્રાવક માટે ત્રિસંધ્ય (ત્રિકાળ) પૂજા કરવાનું વિધાન છે. એમાં પ્રાતઃકાળની સંધ્યાએ વાસક્ષેપ અને ધૂપ વગેરેથી પૂજા કરવાની હોય છે. એને માટે સવગે સ્નાન કરવાની જરૂરિયાત નથી. હાથપગ, મેં ધેઈને, આવશ્યક અંગેની શુદ્ધિ કરીને, ચાલુ ધોયેલાં કપડાં પહેરીને વાસક્ષેપ પૂજા થઈ શકે છે. બપોરની મધ્યસંધ્યાની અષ્ટપ્રકારી પૂજા માટે સર્વાગ સ્નાન અને અલગ કપડાં જોઈએ. સાંજની સંધ્યાપૂજા આરતી વગેરેથી થાય છે.
() વસ્ત્ર શુદ્ધિઃ પ્રભુની પૂજા માટે પ્રાયઃ સફેદ, ફાટયાં, તૂટ્યાં વગરના તેમજ સ્વચ્છ અને બળેલાં ન હોય તેવાં વસ્ત્રો જોઈએ. જે વસ્ત્રો પહેરીને શૌચાદિ ક્રિયા ન કરી હોય, મૈથુન ન સેવ્યું હોય તેવાં વસ્ત્રો શ્રાવકે પૂજા માટે પહેરવાં જોઈએ. પૂજાનાં વસ્ત્રો પહેરીને સામાયિક થાય નહિ, તેમજ તે પહેરીને જમાય કે પાણી પણ પીવાય નહિ, સીવેલાં કે સાંધેલાં કપડાં પણ પૂજા કરતાં ન પહેરાય. પૂજાના કપડાંથી ચૂંક, બળખો, પરસેવે, હાથ, પગ, નાક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org