Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 54
________________ બસ, કેસર વગેરેથી પૂજા કરવી. પૂજા કરતાં નખ કેસરમાં બોલાય નહિ અને પ્રભુજીને અડકે નહિ તથા કેસરના છાંટા પડે નહિ તેની કાળજી રાખવી. અંગૂઠાની પૂજાને દુહે : જલભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજત; ઋષભચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત, ભાવનાઃ કમરની નીચેને ભાગ હલકા અંગ તરીકે માનવામાં આવે છે. એમાં પણ પગને તે સૌથી હલકે ગણવામાં આવે છે. છતાં પણ હે પ્રભુ ! આપના ઉદાત્ત આત્મતેજથી જેવી રીતે આપના ચરણેને અંગૂઠે પૂજ્ય બન્યું, તેવી રીતે હું પણ આપની પૂજા દ્વારા વિવેક મેળવીને પૂજ્ય બનું. દુહો બેલ્યા પછી આ ભાવના ભાવીને પ્રભુના જમણ ડાબા અંગૂઠે તિલક કરવું. પછી આંગળીમાં ચંદન લઈ જાનુ પૂજાને દુહો બેલા. જનપૂજાને દુહે : જાનુબળે કાઉસ્સગ્ય રહ્યા, વિચર્યા દેશ વિદેશ ખડાં ખડાં કેવળ લઉં, પૂજે જાનુ નરેશ. ભાવના – હે પ્રભુ! આપે આ ઢીંચણના બળ ઉપર ધીરજપૂર્વક કાઉસ્સગ્નમાં ઊભા રહીને કઠીન કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન મેળવ્યું. તેમજ દેશવિદેશમાં વિહાર કરીને ભવ્યાત્માઓને પ્રતિબોધ્યા. હું પણ આપની જેમ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને ભવ્યાત્માઓને પ્રતિબંધન કરું. - આ ભાવના ભાવીને પ્રભુના જમણુ–ડાબા ઢીંચણે તિલક કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66