________________
ભાવનાઃ હે પ્રભુ! સારા ય શરીરની રચનાનું મૂળ જેમ નાભિ છે. દરેક નાડી અને નસો નાભિમાંથી નીકળે છે, તેમ આખી દ્વાઢશાંગીની રચનાનું મૂળ આપ છે. નાભિપૂજાથી શ્રુતજ્ઞાનની શ્રદ્ધા પરિણતિ, પ્રાપ્ત કરવાની ભાવના ભાવું છું. આ ભાવના ભાવીને નાભિની પૂજા કરવી. પછી ઊભા રહીને નીચેને દુહા બેલ. ઉપદેશક નવ તત્વના, તેણે નવ અંગ જિદ પૂજે બહુ વિધ ભાવશું, કહે શુભવીર મુર્શિદ.
ભાવનાઃ હે પ્રભુ! આપ નવતત્ત્વનો ભવ્ય ઉપદેશ આપે, જે તમાં સમગ્ર વિશ્વને વિચાર, વિશ્વની વ્યવસ્થાને સમાવેશ કરવામા આવ્યે છે. આપને નવ અંગેની પૂજા કરવાના પરિણામે મને પણ નવતત્ત્વનું જ્ઞાન થાવ !
કેટલાક લેકે અજ્ઞાનતાને લીધે અધિષ્ઠાદાયક દેવ દેવીઓની પણ નવે અંગે પૂજા કરે છે. પણ વાસ્તવમાં તે શાસ્ત્ર મર્યાદાથી વિરુદ્ધ છે. દેવ-દેવીઓની પૂજા ફકત કપાળ ઉપર તિલક કરીને થવી જોઈએ.
- ચંદન પૂજા કર્યા પછીથી શુધ્ધ પાણીથી હાથ જોઈને પુષ્પપૂજા કરવી. પુષ્પો સુંદર રંગવાળાં, સુગંધિત, તાજાં, જમીન પર ન પડયાં હોય તેવાં, પૂરેપૂરાં ખીલેલાં, અખંડિત હોવાં જોઈએ. હાર, કલગી, ગુરજી વગેરે બનાવીને તેના ઉપયોગ દ્વારા પણ પ્રભુની પુષ્પપૂજા થઈ શકે છે. આજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org