________________
૩૯ આજ્ઞા છે. એમાં (૧) પ્રાતઃકાલમાં વાસક્ષેપ, ધૂપ, દીપ, નિવેધાદિથી પૂજા કરવી જોઈએ. (૨) મધ્યાહ્ન કાળે મૂળમાગે અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈએ. (૩) સાંજે આરતી મંગલ દિ વગેરેથી પૂજા કરવી જોઈએ. મધ્યાહકાળની પૂજા વિધિ :
વીતરાગ પરમાત્માની પૂજા કેવી રીતે કરવી? - ઘેરથી દેરાસર જવા નીકળે, ત્યારે રસ્તામાં કોઈની સાથે કઈ પણ જાતની વાત ન કરો. મૌનપણે શુભચિંતન કરતાં કરતાં ચાલે. દેરાસરના પહેલા પગથિયે જમણે પગ મૂકે. દેરાસરની હદમાં, કિલ્લામાં–કેટમાં પ્રવેશ કરે ત્યાં પહેલી નિસિહી બોલે. આ નિસિહી બોલ્યા એટલે ઘર-સંસારની કોઈપણ વાત કે વિચાર કરવાને નિષેધ થયું. ત્યાર પછી આગળ વધતાં ભગવાનનું દર્શન થતાંની સાથે મસ્તકે અંજલિ જેડી નામાજિણાણું બેલે.
પછી પ્રદક્ષિણના દુહા બેલવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા ફરે. સંસારમાં ખૂબ ભટકયા. હવે એ ભવભ્રમણ મીટાવવાનું સાધન રત્નત્રયીને પામવા અને સમવસરણની ભાવના ભાવવા આ ત્રણ પ્રદક્ષિણું દેવાની છે. પ્રદક્ષિણા ફરતાં દેરાસરમાં કેઈ આશાતના થતી હોય તે દૂર કરવી. ત્યારબાદ ગર્ભ દ્વારની પાસે ભગવાનની મૂર્તિ સમક્ષ અડધું શરીર ઝુકાવીને વિનયપૂર્વક હાથ જોડી, સ્તુતિએ બોલીને પ્રભુનાં ગુણગાન કરે! પછીથી તમામ ધર્મ પ્રવૃત્તિ શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા શિરોમાન્ય કરીને કરવાની શાસ્ત્રમર્યાદા છે. એટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org