________________
૪૧
તેમણે કેટલી ભવ્ય સામગ્રીથી અને કેવા ઠાઠમાઠથી તે પ્રસગ ઉજજ્યેા હતેા. તે યાદ કરીને ઉત્તમ પ્રકારના શુદ્ધ અને શીતળ પાણીથી આત્માના પરિણામને નિમલ બનાવવાના ઉદ્દેશથી જલપૂજા કરવી જોઈએ. ઈન્દ્રોએ ક્ષીરેાદક (ક્ષીરસમુદ્રનુ` દૂધ જેવુ' પાણી) વગેરે ઉત્તમેાત્તમ પાણીથી જન્માભિષેક કર્યાં હતા. એટલે મનુષ્યા પણ પાણીમાં દૂધ ભેળવે છે. અને શાંતિસ્નાત્ર વગેરે માટી પૂજામાં ૧૦૮ કૂવાઓનું પાણી, શેત્રુજી વગેરે નદીઓનું પાણી તથા તીર્થોદક વગેરેનો ઉપયોગ કરે છે. કેવળ દૂધના ઉપયાગ કરીને પ્રક્ષાલ કરવા તે વિધિયુક્ત નથી. તે ધ્યાનમાં રાખવુ. એટલે પાણીમાં દૂધ ભેળવીને ક્ષીરાદકની ભાવનાપૂર્વક અભિષેક કરવા. પછીથી અનુકુળતા મુજબ ગંધાદક, તીર્થાદક, કપૂરાદક, પંચામૃત, પંચગ'ધ, આદિ વિવિધ અભિષેક કરતાં વિચાર કરવા કે હે પ્રભુ ! આત્મશક્તિઓના યથા વિકાસ થવાથી આપનું કેટલુ સુંદર અલૌકિક વ્યકિતત્વ પ્રગટ થયું છે! વિશિષ્ટ શકિતમાન અને પ્રભુતાશાળી દેવ-દેવેન્દ્રોએ પણ અતિદુલ ભ અર્થાત્ ઉત્તમોત્તમ વસ્તુઓના ઉપયાગ કરીને આપના જન્મના અદ્વિતીય મહિમા પ્રગટ કર્યાં છે. એ આદશ મહિમાને ધ્યાનમાં રાખીને હૃદયના ભાવાની શુધ્ધિ સાથે શકય એવી ઉત્તમ સામગ્રીના ઉપચેગ કરતાં કરતાં આત્મ શુધ્ધિના ઉદ્દેશથી જલપૂજા કરવી.
જળપૂજા ઃ
પ્રભુને નિળ જળવડે સ્નાન કરાવતી વખતે મનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org