________________
હોય છે, પરંતુ પ્રભુની પૂજામાં એને ઉપયોગ ન કરે જોઈએ.
ધૂપ : સુગંધી પદાર્થોમાંથી તૈયાર કરેલા શુદ્ધ દશાંગ, અગરબત્તી વગેરે ધૂપને ઉપયોગ કરવો જોઈએ. બજારમાં મળતી અનેક અગરબત્તીઓ વાંસની સળીઓ નાખીને તેમજ હાથથી ઘૂંક લગાડીને બનાવવામાં આવે છે. માટે તેને અપવિત્ર ગણવામાં આવે છે.
દીપ : ગાય, ભેંસ વગેરેનું શુદ્ધ ઘી દીવે પ્રગટાવવા માટે વાપરવું જોઈએ. વેજીટેબલ ન વપરાય.
ફૂલ : શુદ્ધ અને સુંદર ભૂમિમાં ઉગેલાં પરિચિત માણસ દ્વારા મંગાવાયેલાં, લાવતી વખતે નાભિથી નીચે નહિ રાખેલાં, જમીન પર ન પડેલાં, અખંડ, સંપૂર્ણ ખીલેલાં, પૂરેપૂરી કિંમત આપીને ખરીદેલાં, જીવજતુથી રહિત, પાંચ રંગવાળાં અને તાજાં ફૂલે પ્રભુજીને ચઢાવવાં જોઈએ. સોનાચાંદીના બનાવેલાં ફૂલે અથવા ઉત્તમ કેટિના અખંડ ઉજજવલ અક્ષત જે જીવજંતુ વગરનાં હોય તે તે પણ જોઈને ફૂલને બદલે પ્રભુજીને ચઢાવી શકાય. ફૂલને પાણીમાં રગદોળાય નહિ, સેયથી ફૂલમાળા પરવાય નહિ.
ફળ : બદામ, સોપારી, કેળાં, દાડમ, કેરી, નારંગી, નારિયેળ વગેરે ફળે-જે સડેલાં ન હોય તેમજ પશુપક્ષી દ્વારા ચખાયેલાં અથવા સ્પર્શાચેલાં ન હોય તેવાં સ્વચ્છ, સુંદર, પાકેલાં અને સ્વાદિષ્ટ તેમજ ઉત્તમ પ્રકારનાં ફળ પ્રભુજીને ધરાવવાં જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org