________________
૩૩.
નથી? ત્યાં તે લેકે કહેશે કે સાધુ નદી પાર કરી વિહાર નહીં કરે તે તેઓ રાગદ્વેષના મહાન પાપમાં પડશે. નદી પાર કરવામાં થતી હિંસાથી જે પાપ થાય છે એના કરતાં રાગદ્વેષનું પાપ વધારે ભયંકર છે. અનેક પાપોની પરંપરા ચાલે છે. એટલા માટે સાધુને નદીમાં ચાલીને પણ વિહાર કરવાની શ્રી જિનેશ્વર ભગવતેએ આજ્ઞા ફરમાવી છે તેમ આ જ ન્યાય ગૃહસ્થ શ્રાવકને પ્રભુપૂજાની બાબતમાં લાગુ પડે છે.
શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરવાથી પૂર્વના અને કએકઠાં થયેલાં કર્મોને ક્ષય થાય છે. જિનેશ્વર ભગવાનની પૂજા પાપને નાશ કરે છે, દુર્ગતિનું નિવારણ કરે છે, આપત્તિઓને નાશ કરે છે, પુણ્યને સંચય કરાવે છે, સૌભાગ્યને પ્રાપ્ત કરાવે છે, પ્રેમ–વાત્સલ્યને વિકસાવે છે, કીતિને ચોમેર ફેલાવે છે, અને સ્વર્ગ અને મેક્ષ પણ આપે છે. પ્રભુની પૂજા કરનારા પુણ્યશાળીઓએ સાત પ્રકારની શુદ્ધિ તરફ ખાસ ધ્યાન આપવું જરૂરી છે.
સાત પ્રકારની શુદ્ધિ (૧) અંગ શુદિઃ પ્રભુની પૂજા કરતાં પહેલાં સર્વાગે સ્નાન કરવું જોઈએ. સ્નાન તડકામાં બેસીને જ્યાં છવજતુઓ ન હોય તેવી જગ્યાએ કરવું જોઈએ. પાણી ભરવાનું વાસણ (ડેલ) જેઈ પૂજીને ઉપયોગમાં લેવું જોઈએ. સ્નાન પાટલા પર બેસીને કરવું જોઈએ. સ્નાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org