________________
* ૩. પ્રણામત્રિક
(૧) અંજલિબદ્ધ પ્રણામ :
બે હાથ જોડી મસ્તકે (કપાળ) સ્થાપવા. દેરાસરના મુખ્યદ્વારે પ્રભુના દર્શન થતાં જ આ પ્રણામ કરવાપૂર્વક નામે જિણાણું બેલવાનું હોય છે.
(૨) અધવત પ્રણામ :
ગભારાના દ્વાર પાસે પ્રભુ સન્મુખ સ્તુતિ બોલતાં પહેલાં ઊભા રહીને માથું તથા કેડ નમાવીને પ્રણામ કરે તે અર્ધવત પ્રણામ કહેવાય છે.
(૩) પંચાગ પ્રણિપાત પ્રણામ :
બે હાથ, બે ઢીંચણું અને માથું? આ પાંચ અંગ જમીનને અડે તે રીતે નમવું. આપણે ખમાસમણું દઈએ તેમાં આ પ્રણામ થાય છે. એ પચે અંગ જમીનને અડે તે રીતે હાથ જોડવાપૂર્વક ખમાસમણું દેવું જોઈએ. * ૪. પૂજાવિક
(૧) અંગપૂજા: આ પૂજા વિદનોને દૂર કરનારી છે.
નિર્માલ્ય ઉતારવું, મેરપીંછીથી પ્રમાવું, જળ પંચામૃતથી અભિષેક, બંગલુછણું, વિલેપન, કુસુમાંજલિ ચંદન, પુષ્પથી નવાંગ પૂજા, પ્રભુના હાથમાં બિરૂ વગેરે મૂકવું, વાસક્ષેપ કર, કસ્તુરી વગેરેથી પ્રભુના અંગે પત્ર વગેરેની રચના કરવી, અલંકાર, વસ્ત્ર પહેરાવવાં વગેરે ભગવાનના અંગને લગતી પૂજા તે અંગપૂજા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org