________________
એ રત્નત્રયીની પ્રાપ્તિ માટે ત્રણ પ્રદક્ષિણા દેવાની છે. વળી પ્રદક્ષિણા દેતાં સમવસરણમાં બિરાજમાન ભાવ અરિહંતની ભાવના ભાવવી. મુખ્ય મુળનાયક ભગવાન તથા ભમતીમાં ત્રણ ગેખલામાં રહેલી ત્રણ પ્રભુમૂતિઓને જોઈ નમન કરતાં જવું અને સમવસરણમાં ચતુર્મુખ બિરાજમાન ભગવંતની ભાવના કરવી. પ્રદક્ષિણના દુહા
પહેલી પ્રદક્ષિણ : કાલ અનાદિ અનંતથી, ભવભ્રમણને નહિ પાર, તે ભવભ્રમણ નિવારવા, પ્રદક્ષિણે ત્રણવાર-૧ ભમતીમાં ભમતાં થકાં, ભવભાવઠ દૂર પલાય, દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય–૨.
બીજી પ્રદક્ષિણ : જન્મ મરણાદિ ભય ટળે, સીઝે જે દર્શન કાજ, રત્નત્રય પ્રાપ્તિ ભણી, દર્શન કરે જિનરાજ-૩ જ્ઞાનવડું સંસારમાં, જ્ઞાન પરમસુખ દેત, જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સંકેત-૪
ત્રીજી પ્રદક્ષિણું? ચય તે સંચય કર્મને, રિક્ત કરે વળી જેહ, ચારિત્ર નિરુકતે કહ્યું, વંદો તે ગુણ ગેહ-૫, દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી શિદ્વાર, ત્રણ પ્રદક્ષિણ તે કારણે, ભવદુઃખ ભંજનહાર-૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org