________________
૧૦ , હે જિનેશ્વરદેવ ! આપનું દર્શન દુરિત-પાપને નાશ કરે છે. આપનું વંદન વાંછિતને આપે છે. આપનું પૂજન બાહ્ય તેમ જ આંતરલમી આપે છે, તેથી ખરેખર ? આપ સાક્ષાત કલ્પવૃક્ષ જેવા છે. દશન વિધિ
પિતાના ઘરમાં દેરાસર હોય તે પહેલાં ત્યાં દર્શન કરવા જવું. પછી સંઘના દેરાસરે જવું. રાજા કઈ રીતે જાય ?
શ્રી જિનેશ્વરદેવને ભક્ત રાજા ચારે પ્રકારનું સિન્ય, છત્ર, ચામરાદિ સામગ્રી સાથે સુંદર વસ્ત્ર અલંકાર વગેરેની સજાવટપૂર્વક પરિવાર સાથે વાજતે ગાજતે આડંબર સહિત દેરાસર જાય. એથી જૈનધર્મની પ્રભાવના થાય, ઘણા ઉત્તમ જી દર્શનની આ ઉત્તમ રીત જોઈ જૈનધર્મની પ્રશંસા, અનુમોદના કરી કલ્યાણ સાધે, બોધિબીજ પામે. સુખી શ્રીમંત કઈ રીતે જાય? - સુખી શ્રીમંત પોતાના કુટુંબ પરિવાર સાથે ઠાઠથી પ્રભુ દર્શન કરવા જાય. ગરીબ-સામાન્ય માણસ કઈ રીતે જાય ?
એ ઉદ્ધતાઈ છેડી, પિતાને કુળને શેભે તેવાં વસ્ત્ર, અલંકાર પહેરી, સ્વજન તેમજ મિત્ર પરિવાર સાથે પ્રભુ દર્શન કરવા જાય.
આ રીતે દર્શન કરવા જતાં દેરાસરના કિલા (કેટ) પાસે પહોંચે ત્યાંથી પાંચ અભિગમ” સાચવવાના હોય છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org