Book Title: Jeev Vichar Author(s): Vijayravishekharsuri Publisher: Jhalawad Jain S M P Tapagaccha Sangh Trust View full book textPage 7
________________ પ્રથમ પ્રસ્તાવના જીવવિચાર ચાને સિદ્ધ સ્વરૂપ પ્રગટાવવાનો ટૂંકોમાર્ગ = (શોર્ટ વે) પ્રાપ્ત વિગતો મુજબ સંવત ૧૦૦૪માં જીવવિચાર પ્રકરણના કર્તા વડગચ્છના વાદિવેતાલ પૂ. શાંતિસૂરિ થયા. આ વાદિવેતાલનું બિરુદ ભોજરાજાએ તેમને આપ્યું હતું. તેઓ જીવવિચારના રચયિતા હોવાનું માનવામાં આવે છે. તેઓએ આગમોમાંથી જીવવિચારનું પ્રકરણ ઉદ્ધર્યું છે. ચક્રેશ્વરી દેવી અને પદ્માવતી દેવીની સહાયથી સંવત ૧૮૯૩માં તેમણે શ્રીમાલીના ૭૦૦ ગોત્રને ધૂલિકોટ પડવાની આગાહી જણાવી તેમનું રક્ષણ કર્યું હતું. ઉત્તરાધ્યયન સૂત્રની મોટી ટીકા ૧૮,૦૦૦ શ્લોક પ્રમાણ તેમણે રચી છે. તે ઉત્તરાધ્યયનની પાઈઅ' (પ્રાકૃત) ટીકા કહેવાય છે. પૂ. શાંતિસૂરિજીએ ધનપાલ પંડિત કૃત તિલકમંજરી ગ્રંથનું પણ સંશોધન કરેલ છે. વીતરાગ પરમાત્મા કેવલજ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશવાળા છે અને ત્રણે ભુવનમાં તેનો પ્રકાશ પાથરી રહ્યાં છે. ૧૪ રાજલોકમાં જીવો ઠાંસી ઠાંસીને ભરેલા છે. પરમાત્મા એ બધાને જોનાર છે. પરમાત્મા સતત આપણા દર્શન કરે છે. આપણે તેમના દર્શન નથી કરતાં માટે આપણે પરમાત્માના દર્શન કરવાનાં છે. સત્તાએ મારો આત્મા પણ કેવલી છે. પ્રત્યેક જીવોનો આત્મા પણ સિદ્ધ = કેવલી છે. જિનેશ્વર પરમાત્મા જે રીતે કહી ગયા તે રીતે સમગ્ર જીવરાશિને અને તેના સ્વરૂપને જાણવાનું છે. જીવવિચાર એટલે જ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની પ્રક્રિયા. જૈન સાહિત્યમાં જીવોને લગતા સ્થૂલ અને સૂક્ષ્મ વિગતથી ભરેલા તથા તેવિશેના વિચારના અનેક ગ્રંથો મળી આવે છે. અનેક દેશોના વૈજ્ઞાનિકોએ પણ એ હકીકત સ્વીકારી છે કે પ્રાણીઓની ચૈતન્ય શકિત, ઈદ્રિય શકિત, જીવન પ્રકાર વગેરે મનુષ્ય જીવનની ચૈતન્ય શકિત, ઈદ્રિય શકિત વગેરે સાથે જીવવિચાર // ૬Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 328