Book Title: Jeev Vichar Author(s): Vijayravishekharsuri Publisher: Jhalawad Jain S M P Tapagaccha Sangh Trust View full book textPage 5
________________ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યચારે ગતિમાં જઈ શકે અને પૂર્ણ પુરુષાર્થ કરવા વડે તે મોક્ષગતિને પણ પામી શકે. મોક્ષગતિ માટે ચારગતિમાંથી માત્ર ગર્ભજ મનુષ્ય સંખ્યાત વર્ષવાળા જ પૂર્ણ પુરુષાર્થ કરીને મોક્ષને પામી શકે. બીજી કોઈ ગતિમાંથી મોક્ષ પામી શકે નહીં. માટે જ ચાર ગતિમાં મનુષ્ય ગતિની એ જ વિશેષતા છે. મોક્ષ માર્ગમાં પ્રવેશવા માટે પ્રથમ સમ્યકત્વ જરૂરી. સમકિતથી મોક્ષમાર્ગની શરૂઆત થાય. સમ્યગદર્શન–શાન–ચારિત્રાણિ મોક્ષમાર્ગ. (તત્વાર્થસત્ર) સમ્યગદર્શનનું પ્રથમ લક્ષણ આસ્તિકય સર્વજ્ઞ વચન વડે સ્વનો જીવ તરીકે સ્વીકાર કરવો અને સ્વની જેમ સર્વ જીવોનો પણ સ્વીકાર કરવો એ સર્વશ વચન છે. જારિસો સિત સહાવો તારિસો હોઈ સવજીવાણ જેવા સિદ્ધના જીવો છે તેવા જ જગતના (૧૪ રાજલોકના) સર્વ જીવો સત્તાએ સિદ્ધ જ છે. લોકાત્ત પર પાંચમે અનતે સિદ્ધના જીવોએ પોતાનું શુદ્ધ સિદ્ધ સ્વરુપ પ્રગટ કરીને શાશ્વત સિદ્ધગતિને પ્રાપ્ત કરેલ છે અને તે સિવાયના જીવો જે કર્મ, કષાય અને કાયાને પરાધીન થઈને જીવી રહ્યા છે તે બધા સત્તાએ સિદ્ધ હોવા છતાં કર્મના ઉદયથી અશુદ્ધ અવસ્થાવાળા હોવાથી ચાર ગતિમાં પરિભ્રમણ કરવા રૂપે દુઃખી છે, તે દુઃખી જીવો પર દયા પ્રગટવી તે સમ્યગુદર્શનનું બીજું લક્ષણ છે. દયાના પરિણામ જ વિકાસ પામતા અહિંસા, સંયમ, તપ અને ધ્યાનમાં પૂર્ણતા પામતા ઘાતકર્મના ક્ષયથી, ગુણની પૂર્ણતારૂપ વીતરાગ, સર્વજ્ઞ અને અનંત વીર્ય સ્વભાવ મુકિત પ્રાપ્ત થાય પછી અઘાતીના નાશથી કાયાદિસંયોગના અભાવરૂપ આત્માની શુદ્ધઅવસ્થારૂપસિદ્ધ અવસ્થા પ્રગટ થાય. આત્માની શુદ્ધિાવસ્થા પ્રગટાવવા માટેનો જે મોક્ષ માર્ગ અરિહંત પરમાત્માએ ફરમાવ્યો છે તે મોક્ષ માર્ગની પૂર્ણ સાધના માત્ર ગર્ભજ મનુષ્ય ભવમાં જ થઈ શકે તેમ છે તેથી મનુષ્ય ભવ દેવોને પણ ઝખનીય છે. આથી મનુષ્યભવ પામીને જે આત્મા મોક્ષ માર્ગની આરાધના વડે પોતાની સત્તાગત સિદ્ધાવસ્થા પ્રગટાવવા પુરુષાર્થ કરે તેનો મનુષ્યભવ સફળ થાય. જીવવિચાર //૪Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 328