________________
૧૩૮
કરવી. સંસાર અનિત્ય છે. કેઈકેઈનું નથી એવો વિચાર, અસરણુણ પેહા-અશરણપણાને વિચાર. સંસારમાં કોઈ કેઈને ત્રાણ-શરણું નથી એવો વિચાર કરવો. સંસારાણુ
પેહા–સંસાર વિષે કે વિચાર કેવો અસ્થિર છે. તે વિષે વિચાર કરવો તે.
એ ધર્મ ધ્યાનને સૂત્રપાઠ કહ્યો હવે તેને અર્થ કહે છે, ધર્મધ્યાનના પહેલા ચાર ભેદ–૧. અણુવિજયે ર. અવાયવિજયે, ૩ વિવાગ વિજયે. ૪ સુઠાણુવિજયે
પહેલે ભેદ–આણવિજયે કહેતાં વીતરાગ દેવની આજ્ઞાનો વિચાર ચિંતવવો તે. વીતરાગદેવની આજ્ઞા એવી છે કે સમતિ સહિત શ્રાવકનાં બાર વ્રત અને અગિયાર પડિમા તથા સાધુના પંચ મહાવ્રતને બાર ભિક ખુની પડિમા, શુભધ્યાન શુભગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ, છકાય જીવની રક્ષા એ વીતરાગની આજ્ઞા આરાધવી, તેમાં સમય માત્રને પ્રમાદ ન કરવો. ચતુવિધ તીર્થનાં ગુણ કીર્તન કરવાં એ ધર્મ ધ્યાનને પહેલે ભેદ કહ્યો.
બીજો ભેદ–અવાયવિજયે કહેતાં જીવ સંસારના દુઃખ શાથી ભોગવે છે. તેને વિચાર ચિંતવવો તેને વિચાર એ કે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભ જોગ, અઢાર પાપસ્થાનક, છકાય જીવની હિંસા એથી જીવ દુઃખ પામે છે, એવું દુઃખનું કારણ જાણી; એવો આશ્રવ માર્ગ છાડી સંવર માર્ગ આદર, જેથી જીવ દુઃખ ન પામે. એ ધર્મ યાનને બીજે ભેદ કહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org