Book Title: Jain Stuti
Author(s): Bhanubhai K Bhansali
Publisher: Bhanubhai K Bhansali

View full book text
Previous | Next

Page 327
________________ તને રોવડાવે તે, પીડે છે, કનડે છે, પણ હવે તારે રેવું ન જોઈએ,દેવાધિદેવના શરણે જઈ દુઃખ માત્રનું ભાન વિસરી જવું જોઈએ. આ રસ્તે જઈશ તે રૂટેલું કર્મ તારા મનને વિચલિત નહીં કરી શકે ગભરાવી નહીં શકે અને હાથ વાંચ કરાવી નહી શકે, અને એમ થવાથી નવાં અશુભ કર્મોના બંધ પણ કરાવી નહિ શકે એ વાત બરાબર ધ્યાનમાં રાખ. (૨) તારા જ પૂર્વકૃત શુભાશુભ કમેં તને સુખદુઃખ આપીને ભગવાઈ જવા માટે સારા-ખેટ ક્ષેત્ર, કાળ વગેરે આપ્યા છે હવે તે જે મલ્યુ તે સેનાનું એમ સમજીને અકળાઈ જવાની વાતથી માંડવાળ કર. દેવાધિદેવનું નામ લેવા તને મળ્યું. દેવાધિ– દેવને ટગર ટગર જોવા માટે આંખે મળી અને પાપના પ્રાયશ્ચિતને કરી લેવા હૈયુ મળ્યું પછી અકળામણ શાન ! સ્વીકારી લે એ અસાતાને, બેલાવી લે બીજી પણ બધી વેદનાઓને, પછી દેવાધિદેવના શરણું લઈને અશુભકમી શાંતિથી વેદી તે લેવાય. (૩) કર્મ ઉદયમાં આવ્યું એટલે ખરતુ જ જવાનું છે. હવે તે એ જ વાતની કાળજી લેવાની છે કે ખરતું કર્મ નવું બંધાવીને ન જાય, નવા કુસંસ્કારે જન્માવી ન જાય, જૂની વાસનાઓને બદ્ધભૂલ કરી ન જાય. આ વિકટ પરિસ્થિતિ ન સર્જાય તે માટે ચાર શરણમાં ઓતપ્રેત બની જા. અશુભ કર્મો વેદાઈ જશે, વિનાશ પામશે. સાથે સાથે અશુભ વાસનાઓ પણ ભેળી પડશે. દેવાધિદેવનું શરણું અખૂટ પુણ્યરાશિની ભેટ આપશે આ વિપુલ લાભ તરફ તું લક્ષ્ય રાખ. વિપુલ લાભ માટે અ૫ કષ્ટ વેઠી લેવા મનને હુકમ કર. - (૪) હે આત્મન ! જરા મારી વાત સાંભળી લે. જે તું હમણાં સમતા નહિ રાખે છે એવું ભયંકર કમ બંધાશે કે જેને ઉદય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352