Book Title: Jain Stuti
Author(s): Bhanubhai K Bhansali
Publisher: Bhanubhai K Bhansali

View full book text
Previous | Next

Page 331
________________ ૩૧૬ કઈ બહાદુરી નથી. હવે તેા બહાદુરી છે. અંતરાત્માને જોવામાં, બુદ્ધિમત્તા છે એના જ શુદ્ધિકરણમાં, ભલે કાલે તુ સાજો થઇ જાય, સ્વસ્થ બની જાય, પણ તેાય તે નવા જીવનનુ નવું જ પ્રભાત હશે. દેવાધિદેવના દર્શન વિનાનું પૂર્વજીવન હતું, જ્યારે આ જીવનમાં તે એ દર્શીન વિનાની એક પળ પણ નહિ હોય. માંદગીએ તને એ દન આપ્યું. માંદગી મહાત્સવરૂપ બની એણે તારા જીવનને ય અશષ્ટ અવસ્થામાં વહેતું કરી દીધું. એટલે હવે ઉદાસ બિછાનામાં સદાને માટે પેાઢી જવાનુ થાય તે તારે શોક કરવાના નથી. અને બિછાનામાંથી ઉભેા થઈ જાય તાય કોઈ આપત્તિ નથી, તું સૂઈ જાય કે ઉભા થાય પણ તારા ચિત્તમાં દેવાધિદેવને વાસ થઈ જાય તે સવુ કે ઉભા થવુ. આ બન્નેય તારા કલ્યાણની જ વાતા ખની જાય છે. જ્યારે જીવનલીલા સંકેલાઈ જશે ! કઈ જાણતું નથી. કયારે શું બનશે ! કોઈ ને ખબર નથી. સહુને માત્ર એટલી જ ખબર છે કે એકાએક કશુક બની જશે” કોઈ અચિંતવી ઉથલપાથલ મચી જશે. એકાએક કેઇ ધડાકા થશે અને પળ એ પળમાં આખુંય સર્જન વેરાઈ જશે, રહેશે ઉપર આભ અને નીચે ધરતી, રાખની ઢગલીએ અને ઇંટ મટોડા સિવાય કશુંય નહિ, (૯) સુખની શોધમાં સહુ નીકળ્યા છે; દોડયા છે, કઈ ઘરમાં બેઠું નથી. બેસવાની કોઇને ફુરસદ નથી. અરે ! મરવાની પણ ફુરસત નથી. છતાં આખી બાજી અવળી પડી રહી છે. બધાય દાવ નિષ્ફળ જઈ રહ્યા છે. સઘળી શક્તિના વિનાશ થઇ રહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352