Book Title: Jain Stuti
Author(s): Bhanubhai K Bhansali
Publisher: Bhanubhai K Bhansali

View full book text
Previous | Next

Page 347
________________ ૨૩૨ ચારિત્રમૂર્તિ ! હે છદ્મસ્થ ભાવાતીત ! હે જગદગુરુ જિનેશ્વર! હે પ્રિભુવનપતિ તીર્થકર ! હે દીને દ્ધારક ! હે ધર્મધુરંધર ૧ હે નિરંજન નિર્વિકાર નાથ ! હે પરમપુરુષ પરમેશ્વર ! છે -બવહીનના બલ ! હે ભાગ્ય વિધાતા! હે મંગલમૂતિ મેલદાતા ! હે યતીન્દ્ર (ગણધર) સેવિત ! હે રાજરાજેશ્વર પૂછત ! હે કાલેક પ્રકાશક ! હે વિશ્વ જીવ વત્સલ ! હે શાસનનાયક ! હે સત્યશિરોમણિ ! હે હિમહેતુ! હે ક્ષમા. મૂરિ ! હે જ્ઞાનાનંદપૂર્ણ ! ઈત્યાદિ ઈત્યાદિ અનેકાનેક સત્ય વિશેષણથી અલંકૃત હે અમારા હૃદયના સ્વામી અરિહંત પ્રભુ! આ જગતમાં આપ જ એક એવા છે કે જે આપનું ધ્યાન કરનાર ભવ્યજીવ આપના જેવા બને છે; ભમરીના ગુંજારવે ઈયળ ભમરી બને છે એમ ઉક્ત વિશેષણોથી વિશિષ્ટ આપનું ગુંજારવ કરતા હું પણ એવા વિશેષણોવાળે બનું, એ મારી પ્રાર્થના છે, હે અરિહંત પરમાત્મા ! મારે તું જ એક આધાર છે. તારી કૃપાથી, તારા પ્રભાવથી જ આ અનંત દુઃખમય સંસાર છૂટે અને અનંત સુખમય મેક્ષ મળે, સંસાર, રાગ, દ્વેષ આદિ વિકારોના કારણે છે અને આપ જ વીતરાગ છે. નિર્વિકારી છે તેથી આપનું ધ્યાન ધરતાં ધરતાં રાગ દ્વેષાદિ ઓછા થતા આવે છે. પછી એને સર્વથા અંત આવે છે અને એટલે જ આ સંસારથી છુટાય છે અને એટલે તમારા પ્રભાવે જ મેક્ષ થાય છે. હે પ્રભુ! સંસારને તમે ઠીક જ ઓળખાવ્યો છે કે સંસાર દુઃખમય છે કેમકે એમાં વારે-વારે જન્મવું ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352