________________
૨૦૭
છે સત્ય એ સૌ વ્રતનું જ મૂળ, જ્યાં સત્ય ત્યાં જ્ઞાન સુશાંતિ મૂળ તે સત્યમાં હું મન, દેહ,વાણી ડીશ એ નિશ્ચય આજ મારે. ૧૦ ખાધું પીધું વસ્ત્ર સજ્યાં મજાનાં આનંદ લૂંટ ધનથી બીજાના કીધા બધા શોખ અરે નકામા, તે તેમના દોષ હવે નિવારૂં. ૧૧ સ્વાથી બની મેં ધન અલ્પ આપી,લીધુ વધુ કાર્ય અન્ય જ પાસે, રેરે ! અનર્થો બહુ સ્વાર્થ કાજે, છાજે ન તે દેવ હવે તજુ છું. ૧૨ કીધી કુદષ્ટિ પરદાર દેખી, સેવી પર સ્ત્રી વિષયાંધ ભાવે, કીધાં અરે સૃષ્ટિ વિરૂદ્ધ સંગે, દુષ્કર્મ તે મૂળ થકી પ્રજાળું. ૧૩ -ભાર્યા સખા ને સતપ્રેમ પાત્ર. સરત્નદાત્રી ના વિકાર માત્ર, માની સદા હું સહચારિણથી રાખીશ સુનેહ ખરે હવેથી ૧૪ વેચી સુતા વિત્ત લઈ બુઢાને, કીધાં હશે મેં અણુમેળ લગ્ન. સ્વાથે ઠગ્યા કૈક સુદંપતિને, તે દેશની આજ કરું વિશુદ્ધિ. ૧૫ રાખી સદા સંયમ ઈદ્રિયને, સૌ જીભના સ્વાદ હવે જીતીને, વિકાર ને ભેગવિલાસ છોડી, સ્ત્રી માત્ર માનું જનની સમાન. ૧૬ ધન, ધરામાં સુત, કામિનીમાં, પદાર્થમાં રાગ મમત્વ પિયું, અધર્મમાં વ્યાકુળ ચિત્ત તેથી, સંસારમાં શાંતિ ન લેશ પામે ૧૭ સંચેલ વસ્તુ ન શણું આપ મૂકી સિધાવ્યા નર કૈક શાણું, છે આપ આયુકર કર્મ સારૂ, હે આત્મા તું આ નરદેહ પામી. ૧૮ મળ્યું ઘણું તેય ન લેભ છૂટ, વિદેશ આવી કરતાં કમાણી, વ્યાપારમાં પાપ અનેક કીધાં, દુષ્કર્મ તે સર્વ હવે વિદ્યારૂં. ૧૯ પાપાપીઆમાં ન મળે સીમા કેક કિંવા ગ્રી ટેક કદી ન પાળું જરૂરિયાતે અધિકી વધારી. તે દેષને આજ થકી નિવારૂં. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org