________________
૨૧૨
ચાડી કીધી પારકી, કીધે થાપણ બેસે છે કુગુરુ કુદેવ કુધર્મને ભલે આ ભરૂસે છે તે મુજ. ૧૦ ખાટક્રીને ભવ મેં કર્યા, જીવના વધ ઘાત છે ચાડીમાર ભવે ચરકલા, માર્યા દિન ને રાત છે તે મુજ. ૧૧ કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠોર છે જીવ અનેક જન્મે કર્યા, કીધાં પાપ અઘેર તે મુજ. ૧રા માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ છે ધીવર ભીલ કોળી ભવે, મૃગ પાડયા પાસ છે તે મુજ. ૧૩ મેં કીયા, આકરા કર દંડા બંધીવાન મરાવિયા, કરડા, છડી, દંડ છે તે મુજ. ૧૪ પરમાધામીને ભવે મેં દીધાં નારકીને દુઃખ છેદન ભેદન વેદના, તાડન અતિ તિખ છે તે મુજ. ૧પ કુંભારને ભવે મેં કિયા, કાચા નિભાડા પકાવ્યા છે તેલી ભવે તલ પીલીયા, પાપે પિંડ ભરાવ્યા છે તે મુજ. શાળા ખેડુ ભવે હળ ખેડીઆ, ફેડ્યાં પૃથ્વીના પેટ છે સૂડ નિંદણ કિયાં ઘણું, દીધા બળદ ચપેટ છે તે મુજ ૧ળા માળી ભવે રોપ રેપિયા, નાનાવિધ વૃક્ષ છે મૂળ, પત્રફલ ફૂલનાં લાગ્યાં પાપ અલક્ષ તે મુજ. ૧૮ અધેવાઈને ભવે, ભર્યા અધિકા ભાર છે પિઠી ઊંટ કીડા પડ્યાં, દયા નાણું લગાર છે તે મુજ. ૧લા છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાશ છે અગ્નિ આરંભ કીધા ઘણ, ધાતુર્વાદ અભ્યાસ છે તે મુજ. ર૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org