________________
૨૯૯
૨ અધુવે અસાસયમ્મિ =આ પુદ્ગલપિંડ અનિત્ય અને નાશવંત છે તેને મેં ખ્યાલ જ ન કર્યો !
૩ જેમ કઈ મેળે વિખરાઈ જાય છે તેમ કુટુંબ રૂપી મેળે વિખરાય તેમાં ફીકર શાની!
૪ જગતને કર્તા કોઈ નથી, સર્વ સંગ અને વિયેગ કર્મ અનુસાર સ્વભાવે જ થયા કરે છે.
૫ હું ચૈતન્ય એટલે જ્ઞાનને પુંજ, અખંડ અવિનાશી છું. શરીર નાશવંત છે. તેને હું જ કર્તા અને ભક્તા પણું છું. મારા આત્મ-સ્વભાવને નાશ નથી. નાશવંત શરીરની ચિંતા શા માટે ?
૬ અહો! આટલા દિવસ હુ શરીરને મારું માનતે હતો. પરંતુ મારી ઈચ્છા વિના જ મારા કટ્ટર શત્રુ રોગ, વૃદ્ધાવસ્થા પામી મૃત્યુને પણ ભેટવા તૈયાર થયું. આવા રવામી-દ્રોહીને મારું કેમ માની શકાય ?
૭ રે! ભેળા જીવ! આ શરીરને માતા, પિતા, પુત્ર, બેન, ભાઈ, કાકા, કાકી, ભત્રીજો, મામા, મામી, ભાણેજ, સ્ત્રી, પતિ અને અન્ય સ્વજને હજુ છે, પણ આત્મા જતો રહેશે પછી તેને કઈ રાખશે ખરું? માટે કુટુંબ અને સંબંધીઓની મમતા છોડ અને તારા નિજ સચિદાનંદ સ્વભાવમાં રમણ કર.
૮ રે આત્મન ! આ શરીર સંપદા ઈંદ્રજાળ સમાન છે. બાળપણમાં કોમળ, યુવાનીમાં મસ્ત બની બીજાને આકર્ષક બને છે. અને ઘડપણમાં અથવા રોગ આવે ત્યારે કેવું બિહામણું અને દુર્ગછા કરવા જેવું બની જાય છે કે પિતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org