________________
(સમાધાન સરૂ ઉવાચ) (આત્મા નિત્ય છે, એમ સમાધાન કરે છે) દેહ માત્ર સંગ છે, વળી જડ રૂપી દશ્ય ચેતનનાં ઉત્પત્તિ, લય કેના અનુભવ વશ્ય. જેના અનુભવ વશ એ, ઉત્પન્ન-લયનું જ્ઞાન. તે તેથી જુદા વિના, થાય ન કેમ ભાન. જે સગે દેખિયે, તે તે અનુભવ દશ્ય, ઉપજે નહીં સંયેગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય. એ અનુભવ કેઈ ને, કયારે કદી નવ થાય. કેઈ સંગથી નહીં, જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેને કોઈમાં, તેથી નિત્ય સદાય. ક્રોધાદિ તારતમ્યતા, સર્પાદિકની માંય, પૂર્વ જન્મસંસ્કાર તે, જીવનિત્યતા ત્યાંય. આત્મા પ્રત્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણનું, જ્ઞાન એકને થાય. અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણું વદનાર, વદનારે તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. કયારે કઈ વસ્તુનો, કેવળ હેય ન નાશ ચેતન પામે નાશ તે, કેમાં ભળે તપાસ.
(શંકા-શિષ્ય ઉવાચ) (આત્મા કર્મ, કર્તા નથી. એમ શિષ્ય કહે છે) કર્તા જીવ ન કર્મ, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ, કાં કર્મ જીવને ધર્મ. ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org