Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

View full book text
Previous | Next

Page 16
________________ પાશ્વનાથ [૫] અક્ષરશઃ આપવામાં આવ્યા છે તે પહેલાં તેને ભાવાર્થ ગુજરાતીમાં નીચે મુજબ આપવામાં આવે છે. કાળકમને મુખ્ય રાખીને આ પણ એ ઉલ્લેખમાં આવતા ઇતિહાસને અનુક્રમે જોઈએ. શ્રી જિનપ્રભસૂરિજીએ આપેલો ઇતિહાસ -ખરતરગચ્છના શ્રી જિનપ્રભસૂરિકે જેમને દિલ્હીના બાદશાહ મડમદ તઘલક ઉપર ઘણો પ્રભાવ પડતો હતો. તેમણે ભારતવર્ષના ચારે ખૂણાના અનેક તીર્થોની માહિતી આપતા લગભગ ૫૮ જેટલા કપની રચના કરી હતી. આ કલ્પ વિવિધતા નામના ગ્રંથમાં છપાયેલા છે. આમાં અંતરિક્ષના સંબંધમાં એક ટીપુરબનતાશ પાથનાથ + પણ છે કે જેની રચના વિક્રમ સં. ૧૩૬૪ થી ૧૩૮૯ દરમિયાન થઈ હશે એમ લાગે છે. શ્રી જિનપ્રભસૂરિ ગ્રામાનુગ્રામ ચિત્યપરિપાટી કરતા દક્ષિણ દેશમાં મહારાષ્ટ્રમાં પધાર્યા હતા અને દેવગિરિ (વર્તમાન દોલતાબાદ) તથા પ્રતિષ્ઠાનપુર(વર્તમાન પઠાણ ની યાત્રા કરી હતી. પ્રાય: તે અરસામાં જ તેમણે આ તીર્થની યાત્રા કરીને શ્રીપુરમતરિક્ષ પાર્શ્વનાથજપની રચના કરી હતી. અંતરિજીના સંબંધમાં આપણે ત્યાં મળતાં ઉલ્લેખમાં બહથી પ્રાચીન ઉલ્લેખ હેય તે હજુ સુધી આ જિનપ્રભસૂરિજીવાળો જ ઉલ્લેખ છે. આ કલ્પમાં શ્રી જિનપ્રભસુરિજી નીચે પ્રમાણે જણાવે છે કે શ્રીપૂરનગરના આભૂષણ સમાન પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને અંતરિક્ષમાં (આકાશમાં અદ્ધર) રહેલી તેમની પ્રતિમાના ક૯પને કંઈક કહું છું પૂવે લંકાનગરીના રાજા પ્રતિવાસુદેવ રાવણે માલિ અને સમાલિ નામના પિતાના સેવકને કઈક કારણસર કેઈક સ્થળે મોકલ્યા હતા. વિમાનમાં બેસીને આકાશમાર્ગે જતાં તેમને વચમાં

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104